ETV Bharat / state

આહવામાં કોરોના રિપોર્ટ આવ્યા પહેલા જ દર્દીનું હાર્ટ એટેકથી મોત - હાર્ટ એટેક

ડાંગ જિલ્લામાં બુધવારે રાત્રે એક વૃદ્ધને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમનો કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ આવે તેની પહેલા જ હાર્ટ એટેકથી તેમનું મોત નીપજ્યું હતું. આ દર્દીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું આરોગ્ય તંત્ર કહી રહ્યું છે.

આહવામાં કોરોના રિપોર્ટ આવ્યા પહેલા જ દર્દીનું હાર્ટ એટેકથી મોત

author img

By

Published : Sep 25, 2020, 3:14 PM IST

ડાંગઃ આહવા સિવિલ હોસ્પિટલમાં બુધવારે રાત્રે એક વૃદ્ધ અને તેમની પૌત્રીને દાખલ કરવામાં આવ્યા હતા. બંનેનો કોરોના ટેસ્ટ કરાવતા ગુરુવારે બંનેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે કોરોના રિપોર્ટ આવતા પહેલા જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું આરોગ્ય તંત્ર કહી રહ્યું છે.

આહવાની પીડબ્લ્યૂડી કોલોનીમાં રહેતા રામ બહાદુર યાદવ (ઉં.વ.65)ને બુધવારે સાંજે વાંસદાથી આહવા સિવિલમાં લવાયા હતા. ગુરુવારે સવારે તેમનો કોરોના એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ RTPCR ટેસ્ટ માટે પણ આ દર્દીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. ગુરુવારે સવારે સિવિલ હોસ્પિટલના બાથરૂમમાં પડી જવાથી તેમને હાર્ટ એટેક આવ્યો હોવાના કારણે તેમનું મોત થયું હોવાનું મનાય છે. જોકે તેમના મોત બાદ તેમનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આહવા સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો. રશ્મિકાન્ત કોકણીને આ અંગે પુછતા તેમણે કહ્યું કે, દર્દીનું મોત કોરોનાના કારણે નહીં પરંતુ હાર્ટ એટેક આવવાના કારણે થયું છે.
આહવાના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ કહ્યું કે, ડાંગમાં કોરોના વાઈરસના કુલ 91 કેસ આવ્યા છે, જેમાંથી 18 એક્ટિવ કેસ છે. જોકે દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પહેલા જ તેમનું હાર્ટ એટેકથી મોત થયું હોવાથી તેમનું મોત કોરોનાને કારણે થયું છે તેવું માની ન શકાય.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.