ETV Bharat / state

સાપુતારા ચેકપોસ્ટ પર RT-PCR રિપોર્ટ વગર નો એન્ટ્રી - HILL STATION SAPUTARA

રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેર બાદ ગિરિમથક સાપુતારા ખાતે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા પ્રવાસીઓને RT-PCR રિપોર્ટ ન હોય તો પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે. જેથી પરિવાર સાથે ગયેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સાપુતારા
સાપુતારા
author img

By

Published : Mar 27, 2021, 7:58 AM IST

Updated : Mar 27, 2021, 3:01 PM IST

  • પ્રવાસીઓની ભારે હાલાકી
  • કોરોનાએ ફરી માથું ઉચકતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું
  • મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બોર્ડર પ્રવેશ કરતા લોકોનાં RT-PCR ટેસ્ટની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની

ડાંગ: રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેર બાદ ગિરિમથક સાપુતારા ખાતે મહારાષ્ટ્ર રાજ્યમાંથી આવતા પ્રવાસીઓને RT-PCR રિપોર્ટ ન હોય તો પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવતા નાસિક-શિરડી ગયેલા લોકોને અટવાવવાની નોબત ઉભી થઈ હતી. પરિવાર સાથે ગયેલા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

આરોગ્ય અધિકારીની ગંભીર બેદરકારી

ગુજરાતના પ્રવાસીઓ દ્વારા બુમરાણ, મહારાષ્ટ્રમાં ટેસ્ટ માટે વધારે પૈસા વસુલવામાં આવે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિએ ફરી માથું ઉચકતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગિરિમથક સાપુતારાના મહારાષ્ટ્રની સરહદ પર સાપુતારા પોલીસ મથકનાં PSI એમ.એલ. ડામોર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને RT-PCR ટેસ્ટ રિપોર્ટ વગર ગુજરાત મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસી વાહનોને રોકી દેતા ગુજરાત રાજ્યના પ્રવાસીઓ નાસિક, શિરડીના દેવ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. તેઓને ટેસ્ટ રિપોર્ટ ન બતાવતા ગુજરાતમાં પ્રવેશબંધી કરીને પરત મહારાષ્ટ્રમાં મોકલી દેતા પ્રવાસીઓની કફોડી સ્થિતિ ભારે સર્જાઈ હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જર માટે RT- PCR ટેસ્ટ ફરજિયાત કરાયો

સાપુતારા ચેકપોસ્ટ પર RT-PCR ટેસ્ટ માટેની માગ

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર અડીને આવેલું છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓના ટેસ્ટ રિપોર્ટ માટે ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. સંજયભાઈ શાહ દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. તેવા સંજોગોમાં ગુજરાતી પ્રવાસી પરિવારોને મહારાષ્ટ્રના આરોગ્ય કેન્દ્ર પરથી ટેસ્ટ રિપોર્ટના નાણા ખંખેરતા હોવાની વાત સામે આવી છે. જેના પગલે પ્રવાસીઓને ગુજરાતનાં ડાંગ જિલ્લાનાં આરોગ્ય વિભાગની બેદરકારીનો ભોગ બનવું પડ્યું હતુ. ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર ગુજરાત બહાર ગયેલા પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ માટે સાપુતારા ચેકપોસ્ટ પર વ્યવસ્થા ઉભી કરીને કાર્યવાહી હાથ ધરે તેવી પ્રબળ માગ ઉઠી છે.

આરોગ્ય અધિકારીઓની જવાબદારી માંથી હાથ ઊંચા કર્યા

આરોગ્ય અધિકારી ડૉ. સંજયભાઈ શાહે જણાવ્યું હતુ કે, મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં બોર્ડર પ્રવેશ કરતા લોકોના RT PCR ટેસ્ટની જવાબદારી મહારાષ્ટ્ર સરકારની છે. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જવું હોય તો વ્યક્તિએ ગુજરાતમાં જ RT-PCR ટેસ્ટ કરીને પ્રવેશ કરવો જોઈએ તેમ કહીને પોતાના હાથ જવાબદારીમાંથી ખંખેરી લીધા હતા.

આ પણ વાંચો: રાજસ્થાનમાં પ્રવેશવા માટે અન્ય 4 રાજ્યો માટે પણ RT-PCR ટેસ્ટ નેગિટિવ હોવો ફરજિયાત

Last Updated : Mar 27, 2021, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.