ETV Bharat / state

ડાંગ જિલ્લા ભાજપ સંગઠનમાં પાયાનાં કાર્યકરોની અવગણનાંથી વિવાદ છંછેડાયો

author img

By

Published : Dec 4, 2020, 9:42 PM IST

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે દશરથભાઈ પવારની નિમણુંક કરી છે. જેઓ ડાંગ જિલ્લામાં ગ્રામ પચાયતનાં વોર્ડથી લઈ તાલુકા-જિલ્લા કે ધારાસભ્ય એક પણ ચુંટણી જીતી નથી. પાયાનાં કાર્યકર કહેવાથા દશરથ પવારની વરણી થતાં ડાંગ ભાજપમાં વિવાદ છંછેડાયો છે.

bjp
bjp
  • ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીમાં નવા હોદ્દેદારોની નિમણુંક
  • જુના કાર્યકર્તાઓનો સમાવેશ ના કરતા કાર્યકર્તાઓમાં નારાજગી
  • પાયાનાં કાર્યકર રમેશભાઈ ગાગાડોનો નારાજગી બાબતે પત્ર ફરતો થયો
    પાયાનાં કાર્યકરોની અવગણનાંથી વિવાદ છંછેડાયો

ડાંગઃ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. નવા હોદ્દેદારોમાં વર્ષો જુના કાર્યકર્તાઓનો સમાવેશ ના કરતા કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ડાંગ જિલ્લા ભાજપ પાર્ટીમાં નવા હોદ્દેદારોની નિમણુંક

ડાંગ જિલ્લા ભાજપ હોદેદારોની વરણીમાં પાયાનાં કાર્યકરોની અવગણનાથી ડાંગ જિલ્લાના ભાજપના પાયાનાં કાર્યકરો અને પધઅધિકારીઓમાં નારાજગી વ્યાપી ગઈ છે. ગત ટર્મમાં ભાજપ પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા હતા. હાલ દશરથ પવારની વરણી કરવામાં આવી છે. માજી ઊપપ્રમુખ તરીકે રમેશભાઈ ભોયે,શિવાજી ભરસટ,જીતુભાઈ પટેલ,દક્ષાબેન પટેલ,આરતી ચૌધરી, વગેરે હતા. નવા ઊપપ્રમુખ તરીકે ધર્મેશ પટેલ,દક્ષાબેન પટેલ,રણજીતા પટેલ,ઊર્મિલા ખેરાડ,દેવરામ પાલવા શંકર પવાર,દેવરામ જાધવ અને ગીરીશ મોદીની વરણી કરવામાં આવી છે.જયારે માજી મહામંત્રી તરીકે રમેશભાઈ ગાગોડા,કિશોરભાઈ ગાવિત અને દિનેશભાઈ વગેરે હતા. નવા વરાયેલા મહામંત્રી તરીકે કિશોર ગાવિત,હરિરામ રતિલાલ સાવંત,રાજેશ ગામિતની વરણી કરવામાં આવી છે.

વર્ષો જૂનાં પાયાનાં કાર્યકર્તાઓને હોદ્દો ન આપતાં કાર્યકતાઓમાં નારાજગી

ડાંગ જિલ્લામાં પાયાનાં કાર્યકરો કે જેઓ વીસથી ત્રીસ વર્ષોથી પણ વધુ સમયથી કામગીરી કરી તેવા કાર્યકરો કે પધઅધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેઓ છેલ્લા 20-30 મહિનાથી ભાજપ સાથે જોડાયાં છે. તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનાં લીધે પાયાના કાર્યકર્તાઓમાં વિરોધનું વંટોળ જોવા મળી રહ્યું છે.

પાયાનાં કાર્યકર રમેશભાઈ ગાગાડો નારાજ
પાયાનાં કાર્યકર રમેશભાઈ ગાગાડો નારાજ

ભાજપ કાર્યકરોનો આક્ષેપ

ભાજપ કાર્યકરોએ જણાવ્યું હતું કે આ સમગ્ર ખેલ ધારાસભ્ય વિજયભાઈ પટેલનો છે. ગત પેટા ચુંટણીમાં તેમની સામે ટીકીટની દાવેદારી કરનારા બાબુરાવભાઈ ચૌર્યા,રમેશ ચૌધરી,રમેશભાઈ ગાગોડા,જેઓને સાઈડ પર મુકી તેમનાં ખાસમ ખાસ કાર્યકરોને ગોઠવી દીધા છે.

પાયાનાં કાર્યકર રમેશભાઈ ગાગાડો નારાજ

ધવલીદોડ ગામનાં પાયાનાં કાર્યકર રમેશભાઈ ગાગાડો( માજી મહામંત્રી)એ જણાવ્યું હતું કે તેઓ 30 વર્ષથી ભાજપ સાથે જોડાયેલ છે. તન મન ધનથી કામગીરી કરી રહયો છે. ભાજપ પાર્ટીને મજબુત કરવાં પરિવાર પક્ષને વધુ સમય આપીને પાર્ટીને મજબુત કરવાનું કામ કર્યુ છે. પાર્ટી સાથે વિશ્ર્વ હિન્દું પરિષદ,બજરંગદળ,વનવાસી કલ્યાણ પરિષદ,આરઆરએસ શબરીધામમાં સેવાં સમિતિ વગેરે સેવાકીય કામગીરી કરી છે. સંસ્થાઓ સાથે પાર્ટીને મજબુત કરવાનું કામગીરી કરી છે. તેમ છતાંય તેમનો સમાવેશ ન થતા સોસીયલ મીડિયામાં તેઓની નારાજગી બાબતે પત્ર ફરતો થયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.