લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી સહિત મહાનુભાવોએ ફુવારા સર્કલ સરદાર પટેલ સ્મારક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત જનમેદનીએ રાષ્ટ્રીય એકતાનાં શપથ લીધા હતા.




ત્યારબાદ નેહરૂ યુવા કેન્દ્રના યુવાનો, શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ, સાપુતારા સ્પોર્ટસ ઓથોરિટીનાં યુવાનો,અને નગરજનો તથા પોલીસ અધિકારીઓએ, રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો. જેનું મહાત્મા ગાંધી ઉદ્યાન ખાતે સમાપન કરાયું હતું.ત્યારબાદ મહાત્મા ગાંધી ઉદ્યાનથી આહવાનગર થઇ ફુવારા સર્કલ સુધી જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળીનાં માર્ગદર્શન હેઠળ પોલીસ હોમગાર્ડઝ,સિક્યુરીટી ગાર્ડઝ,ફોરેસ્ટ બીટ ગાર્ડઝનાં જવાનો દ્વારા માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ તેમજ નગરજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.