મોકડ્રીલમાં અચાનક શોર્ટસર્કીટના કારણે આગ લાગી હોય અને ફસાયેલા લોકોને કોવી રીતે બચાવવામાં આવે તે અંગે સમજણ આપવામાં આવી હતી. હકિકતમાં જાણે આગની ઘટના બની હોય એ રીતે ફસાયેલા લોકોની બચાવ કામગીરી હાથ ધરવામા આવી હતી. આગ પર કાબુમાં મેળવવા માટે આહવા સ્થિત ડાંગ જિલ્લાની ફાયર ટીમ, ડિઝાસ્ટર વિભાગ તથા ૧૦૮ ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
જેમાં ફાયર ટીમ દ્વારા આગ પર કાબુમાં મેળવવામા આવ્યો હતો. ડિઝાસ્ટર વિભાગની ટીમ દ્વારા બેરેકમાં ફસાયેલ જવાનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓને ૧૦૮ મારફતે આહવા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. અંતે આ ઘટનાને મોકડ્રીલ જાહેર કરતાં સ્થાનિક લોકોને જાણે જીવમા જીવ આવ્યો હોય એમ રાહતનો શ્વાસ લીધો હતો.