આ કેમ્પમાં નોર્વે સાઉથ યુનિર્વસિટીના ડિન ડૉ. ડેનિયલ સાથે 15 જેટલા અમેરિકન ડૉકટરો પણ જોડાયા હતા. ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના લોકોને ફ્રી કેમ્પનો લાભ મળે અને આ સાથે અમેરિકન યુવા ડૉકટરોને સેવાનો નવો અનુભવ મળે તે માટે 2014થી ડિસેમ્બર માસમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
કેમ્પના સમાપન પ્રસંગે હોસ્પિટલના મુખ્ય ડૉ. અશોક પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી સર્વરોગ મેડિકલ કેમ્પ ચાલે છે અને 2014થી અમેરિકાના નોર્વે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.