વિદ્યાર્થીઓમાં ગણીત અને વિજ્ઞાનમાં રુચિ કેળવાય, બાળકો વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા થાય અને તેમના રહેલી આતંરિક શક્તિ ઉજાગર થાય તે માટે વિજ્ઞાન મેળાનું આયોજન થયુ હતું. આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાની શાળાઓએ ભાગ લીધો હતો. બાળકોએ અલગ અલગ નમૂનાઓ તૈયાર કરીને પોતાનું કૌશલ્ય દર્શાવ્યુ હતું. વિજ્ઞાનમેળામાં આવેલા લોકોને તેમણે બનાવેલા પ્રોજેક્ટ અંગે કરેલી મહેનત, તૈયારીઓ તેમજ તેના ફાયદા-ગેરફાયદા વિશે સમજણ આપી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાનમેળાનું આયોજન થયુ હતું. આ પ્રદર્શનમાં વિજયભાઈ દેશમુખ, પ્રાચાર્ય બી.એમ.રાઉત, નાયબ પ્રા.શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે, જિ.પં.શિ.સ.ચેરપર્સન મનિષાબેન, તાલુકા પ્રમુખ નરેશભાઈ, અનિલભાઇ ગાવિત, ડાંગ સ્વરાજ આશ્રમના ગાંડાભાઈ પટેલ,આહવા સરપંચ રેખાબેન,તા.પ્રાથમિક શિક્ષક વિજયભાઈ, બી.આર.સી.કો.કનકસિંહ બી.જાદવ, જિ.શિ.સંધના માજી પ્રમુખ મધુભાઈ,બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
સાયન્સ ફેરની તમામ વ્યવસ્થામાં હરહંમેશ માટે મદદરૂપ રહેતા આશ્રમ વિઘાલયના આચાર્યશ્રી સી.આર.સી.કો.ઓ.,બી.આર.પી.બ્લોકનો સ્ટાફ અને તાલુકા વ્યવસ્થામાં જોડાયેલ સર્વ મિત્રોની મહેનતથી કાર્યક્રમ સફળ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંદિપભાઇ પટેલ અને પ્રગ્નેશભાઈ પટેલે કર્યું હતું.