ETV Bharat / state

ડાંગમાં પોલીસ કરાવી રહી છે લોકડાઉનનો ચુસ્તપણે અમલ - People were voluntarily implementing the lockdown initiative in Dang

ડાંગ જિલ્લામાં વડાપ્રધાન મોદીના લોકડાઉનની પહેલને સ્વૈચ્છાએ લોકો અમલીકરણ કરી રહ્યા છે. તેવું જોવા મળ્યું હતું છતાં પણ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ કરી લોકોને ઘરમાં જ રહેવાની સૂચના અપાઈ છે.

ડાંગ પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે અમલ

author img

By

Published : Apr 11, 2020, 8:50 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

ડાંગઃ કોરોના વાઇરસના સંક્રમણને નાથવા પી.એમ મોદીના 21 દિવસના લોકડાઉનનું અમલીકરણ પોલીસ દ્વારા ચુસ્તપણે કરવામાં આવી રહ્યું છે. ડાંગ પોલીસ દ્વારા ગ્રામ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીના લોકડાઉનની પહેલને અહીં સ્વૈચ્છાએ લોકો તેનું અમલીકરણ કરી રહ્યા હોવાનું જોવા મળ્યુ છે. છતાં પણ પોલીસ તંત્ર દ્વારા સતત ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને પોલીસ ઘરમાં જ રહેવાની સૂચના આપે છે અને કોરોના વાઇરસ વિશેની સાવચેતી કઈ રીતે રાખી શકાય તે માટેની માહિતી લોકોને આપે છે.

ડાંગ પોલીસ દ્વારા લોકડાઉનનો ચુસ્તપણે થઈ રહ્યો છે અમલ

શહેરના શેરી કે નાકાઓ પર 24 કલાક હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યાં છે. કરિયાણા કે શાકભાજી અથવા બેંક વગેરે જગ્યાએ પોલીસના જવાનો દ્વારા ખડેપગે ઊભાં રહીને લોકોને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવે તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ડાંગમાં લોકડાઉનનો ઉલ્લંઘન કરનાર ખુદ પોલીસ અધિકારીઓ પર પણ જિલ્લા પોલીસ વડા એસ.પી.સ્વેતા શ્રીમાળીએ કાર્યવાહી કરી હતી. જાહેરનામાનો ભંગ કરનાર ડાંગના કુલ 221 લોકો પર IPC કલમ 188 અને CPG 135 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ 42 વાહનોને ડિટેન કરવામાં આવ્યાં છે.

જિલ્લામાં લોકડાઉનની અમલીકરણ બાદ પોલીસની કામગીરી વિશે સાપુતારા પોલીસ મથકના પી.એસ.આઈ એમ.એલ. ડામોરએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોરોના વાઈરસના રોગ વિશેની માહિતી અને તેનાથી બચવા શું તકેદારી રાખવી જોઈએ તે વિશેની માહિતી આપવામાં આવે છે.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.