ETV Bharat / state

સાપુતારામાં સ્થાનિક પ્રવાસીઓ રજા માણવા ઉમટી પડ્યાં

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ ઉતરાયણ પર્વની રજાઓને સ્થાનિક પ્રવાસીઓ સહિત અન્ય જિલ્લાનાં પ્રવાસીઓ રજા માણવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં.

સાપુતારામાં સ્થાનિક પ્રવાસીઓ ઉમટી પડ્યાં

author img

By

Published : Jan 17, 2021, 2:09 PM IST

  • આદિવાસીઓ માં ઉત્તરાયણ નાં બીજા દિવસે રજા તરીકે ગણવામાં આવે
  • આ દિવસ ને કર તરીકે ઓળખવામાં આવે છે
  • કરનાં દિવસે ખેતરોમાં કામ કરવામાં કરાતું નથી
  • જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ લોકો ઉમટી પડયા
    સાપુતારામાં સ્થાનિક પ્રવાસીઓ રજા માણવા ઉમટી પડ્યાં

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હાલમાં શિયાળાની ફુલગુલાબી ઠંડીમાં જંગલવિસ્તાર સહિત પ્રવાસન સ્થળોનું વાતાવરણ આહલાદક બની ગયુ છે.શિયાળાની ઋતુમાં ડાંગ જિલ્લાનાં પ્રકૃતિને માણવા માટે પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વઘઇ બોટનીકલ ગાર્ડન,ગીરાધોધ, ડોન હિલ રિસોર્ટ,શબરીધામ સુબિર, મહાલ કેમ્પ સાઈટ,કિલાદ કેમ્પ સાઈટ સહિતનાં સ્થળોએ ઉતરાયણ પર્વની રજાઓમાં મોટી સંખ્યામાં જિલ્લા બહારના અને સ્થાનિક પ્રવાસીઓ ઉમટી પડતા હતાં.

ગિરિમથક સાપુતારા ખાતે મહારાષ્ટ્રના પ્રવાસીઓની ભીડ જામી

ડાંગ જિલ્લાનાં પ્રકૃતિને માણવા માટે પ્રવાસીઓનો ઘસારો

ગિરિમથક સાપુતારા ખાતે ઉતરાયણનાં દિવસે તથા વાસી ઉતરાયણનાં બીજા દિવસે પ્રવાસીઓ સહિત મહારાષ્ટ્ર રાજ્યનાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતા અહીનાં બોટીંગ,પેરાગ્લાયડીંગ,રોપવે,એડવેન્ચર પાર્ક,ટેબલ પોઈન્ટ,સનરાઈઝ પોઈન્ટ ખાતે રીતસરની ભીડ જામી હતી. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસીઓએ વિવિધ એડવેન્ચર એક્ટિવિટી સહીત આહલાદક વાતાવરણની પળોનો અહેસાસ કરી ધન્યતા અનુભવી હતી.

વાસ ઉત્તરાયણ નિમતિ આદિવાસીઓ ની અનોખી માન્યતા

જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ લોકો ઉમટી પડયા
જિલ્લાનાં પ્રવાસન સ્થળોએ લોકો ઉમટી પડયા

ડાંગ જિલ્લાનાં સ્થાનિક આદિવાસીઓ વર્ષોથી ઉત્તરાયણના બીજાં દિવસે કર તરીકે માનતા આવ્યાં છે. કર એટલે કે એ દિવસે ગામમા લોકો કોઈપણ કામકાજ કરતાં નથી. ખેતરમાં કામ કરવા માટે નથી જતાં, કરનાં દિવસે આદિવાસી સ્વૈચ્છિક રજા પાળે છે. આદિવાસીઓમાં કર પાળવાની પ્રથા વર્ષો જૂની છે. જ્યારે સૂર્ય અથવા ચદ્ર ગ્રહણ હોય ત્યારે એનાં બીજા દિવસે દરેક ગામમાં સ્વૈચ્છિક રજા પાળવામાં આવે છે. તેવી જ રિતનાં ઉત્તરાયણના બીજા દિવસે પણ સ્વૈચ્છિક રજાઓ પાળી આ દિવસ ને કર તરીકે ગણવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.