ડાંગના પૂર્વ પટ્ટીમાં આવેલાં સુબીરના હારપાડા ગામથી જીપ પેસેન્જર ભરી ગુંદીયા ગામ તરફ જઈ રહી હતી. તે દરમિયાન જીપચાલકે સ્ટેયરીંગ પર કાબૂ ગુમાવતાં જીપ ખાડામાં ખાબકી હતી. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમજ 16 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 ઈમરજન્સી સેવા દ્વારા સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં 24 વર્ષીય મૃતક રમેશ ભોય અને 69 વર્ષીય કિશન સોમનાથ નામના મૃતક ગુંદીયા ગામના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલી તપાસનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.