ડાંગ: ગુજરાત રાજ્યનાં ગીર, બરડા, અને આલેચનાં જંગલ વિસ્તારમા રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિઓને સરકાર દ્વારા અનુસૂચિત જનજાતીમાં સમાવેશ કરી તેઓને જાતિના પ્રમાણપત્રો સહિત નોકરીના લાભો અપાયા હોવાનો મુદ્દો હાલમાં આદિવાસી સંગઠનમાં ગરમાયો છે. તેવામાં બિન આદિવાસીઓને અપાયેલા ખોટા પ્રમાણપત્રો સહિત લાભોને રદ કરવા માટે સાચા આદિવાસી અધિકાર સમિતિ ગાંધીનગરના નેજા હેઠળ પોતાનાં હક્કોની માંગણી માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ફેરવાઈ છે.
જેમાં ભીલીસ્થાન ટાઇગર સેનાનાં અધ્યક્ષ સ્થાને નીકળેલી રેલીમાં આદિવાસીઓએ વિવિધ બેનરો સાથે પોતાનાં હક્કોની માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં નિવાસી કલેક્ટર ટી.કે.ડામોરને મહામહીમ રાજયપાલને સંબોધાયેલ પાંચ મુદાઓનું આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.