આહવા ખાતે નિવાસી અધિક કલેક્ટર રસીકરણની ઝુંબેશને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, સમગ્ર ડાંગ જિલ્લાના 311 ગામોમાં તારીખ 19 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન એક પણ બાળક પોલિયોના ટીપા વિના રહી ન જાય તેની તકેદારી રાખવાની રહેશે. ડાંગ જિલ્લાના તમામ રસ્તાઓના નાકા ઉપર આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીયો રસીકરણના સરકારશ્રીના અભિગમને સાર્થક બનાવવા તમામ લોકોને સહયોગ આપવા ડામોરે અનુરોધ કર્યો હતો.
અધિક જિલ્લા આરોગ્ય ડૉ. સંજય શાહે જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે બૂથ ઉપર પોલિયોના ટીપા પીવડાવશે બીજા અને ત્રીજા દિવસે બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં બાકી રહી જતાં બાળકોને આવરી લેવા ઘરે ઘરે સર્વે કરી કામગીરી પૂર્ણ કરાશે.
આરોગ્ય વિભાગના કુલ 1106 સભ્યોની ટીમ દ્વારા કુલ 229 બૂથો અને 10 મોબાઈલ ટીમો, 50 ટ્રાન્ઝિટ ટીમો દ્વારા 0થી 5 વર્ષના અંદાજિત 36,179 બાળકોને પોલિયો રસી પીવડાવવામાં આવી સુરક્ષિત બનાવાશે.
પોલિયો રસીકરણ અભિયાનને સફળ બનાવવા તથા જનજાગૃતિ ફેલાવવા લોકપ્રતિનિધિઓ, સામાજિક કાર્યકર્તાઓ, આંગણવાડી કાર્યકરો, આશા બહેનો, આરોગ્ય કાર્યકરો તથા વિવિધ ખાતાના અધિકારીઓ સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણ માટે સહયોગી બન્યા હતા.