ડાંગ : પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલા પિપલપાડા ગામના 60 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ જિલ્લાનાં વઘઇ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસર ઉ.વ.40નો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ દર્દીઓના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો હતો. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનામો આંક 22એ પહોચ્યો છે. જેમાંથી 10 દર્દીઓ આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 12 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.