ડાંગ: જિલ્લા કલેકટર એન.કે. ડામોર દ્રારા લોકડાઉન-4ના અમલ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં લોકડાઉન ચારમાં લોકો માટે કઇ કઇ સુવિધાઓ ઉપલ્બધ રહેશે અને કયા કયા નિયમોનું ચસ્ત રીતે પાલન કરવું તે અંગે સૂચનાઓ આપવામાં આવી છે.
કઇ કઇ સુવિધાઓ ચાલુ રહેશે...
- હોમ ડીલીવરી માટે રસોડું ચાલુ રાખવા માટે રેસ્ટોરન્ટ,
- રમતગમત સંકુલ અને સ્ટેડીયમ ચાલુ રાખી શકાશે જેની પરવાનગી સ્થાનિક સત્તામંડળ પાસેથી મેળવવાની રહેશે,
- ક્ન્ટેનમેન્ટ ઝોનમાં સવારના 8.00 કલાકથી બપોરના 3.00 કલાક સુધી ફક્ત આવશ્યક સેવાઓની જ છૂટ રહેશે,
- જિલ્લામાં આવેલી પ્રોવિઝનલ સ્ટોર્સ, અનાજ કરિયાણાની દુકાનો, દૂધ, ડેરીપાર્લર, શાકભાજીની દુકાનો, સ્ટેશનરી, ઝેરોક્ષની દુકાનો, ઇલેકટ્રીક શોપ, મેડિકલ સ્ટોર્સ, હેર કટીંગ સલુન, બ્યુટીપાર્લર, હાર્ડવેર, બિલ્ડીંગ મટીરીયલ્સ, ઓટોગેરેજ, પન્ચરની દુકાન, મીઠાઇ ફરસારણ તેમજ ચાની દુકાન(ફક્ત પાર્સલ સેવા) ફોટો સ્ટુડિયો તથા પાન-ગલ્લા દરરોજ ચાલુ રાખી શકાશે,
- મોબાઇલની દુકાનો, ઇલેકટ્રોનિક્સની દુકાનો, સાયકલની દુકાનો, ઓટોમોબાઇલ્સની દુકાનો સોમવાર, બુધવાર અને શુક્રવારના દિવસે ચાલુ રાખી શકાશે.
- રેડીમેઇડ કપડાની દુકાનો, કાપડની દુકાનો, બુટ ચંપલની દુકાનો, દરજીની દુકાનો, પ્રિન્ટીંગ પ્રેસ, ચશ્માની દુકાનો, ફેબ્રીકેશન, ફર્નિચરની દુકાનો, ગીફ્ટની દુકાનો, જ્વેલરીની દુકાનો મંગળવાર,ગુરૂવાર અને શનિવારના દિવસે ચાલુ રાખી શકાશે.
- આ તમામ દુકાનો, એકમો અને ઉદ્યોગોને સવારના 8.00થી બપોરના 4.00 કલાક સુધીજ ચાલુ રાખી શકાશે.
- એક કરતાં વધુ મિલકત નંબર ધરાવતી દુકાનો એકી તારીખે ખુલ્લી રાખી શકાશે અને એકલ તથા નેબરહૂડ દુકાનોને દરરોજ ચાલુ રાખી શકાશે.
- તેમજ ખાનગી કચેરીઓ 33 ટકા સ્ટાફની સાથે ચાલુ રાખી શકાશે.
કયા કયા નિયમોનુ કરવાનું રહેશે પાલન
- તમામ જાહેર સ્થળો અને કાર્યસ્થળોએ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે અથવા પોતાના મોં અને નાકના ભાગને રૂમાલથી ઢાંકવાના રહેશે અથવા મોં અને નાકને છૂટક કપડાથી વ્યવસ્થિત રીતે બાંધવાનું રહેશે,
- જાહેર સ્થળો અને પરિવહન દરમ્યાન તમામ વ્યક્તિઓએ સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવુ,
- કચેરીઓ, કાર્યસ્થળો, દુકાનો, માર્કેટ્સ(બજારો) અને ઔદ્યોગિક અને વાણીજ્ય એકમોમાં કામ/ વ્યવસાયના કલાકો અલગ અલગ રાખવાના રહેશે,
- તમામ કાર્યસ્થળોએ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસ અને કોમન એરીયામાં ટેમ્પરેચર સ્ક્રીનીંગ, હેન્ડ વોશ અને સેનીટાઈઝરની જોગવાઈ,
- સંપૂર્ણ કાર્યસ્થળ, સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓ તથા લોકોના સંપર્કમાં આવતા તમામ પોઈન્ટ્સ જેવા કે ડોર હેન્ડલ વિગેરેની બે શિફ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન તથા તે ઉપરાંત વારંવાર સેનીટાઈઝ કરવાના રહેશે.
- જો કોઇ પણ નિયમોનું ચુસ્ત પાલન કરવામાં નહિ આવે તો તે વ્યકિત કે સંસ્થાને દંડ ફટકારી તેમની વિરુધ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે.