સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજ આહવા ખાતે આજે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી નેશનલ એઇડ્સ પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિનીઓને HIV અટકાવવાની માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે, "માતાપિતાથી બાળકમાં HIV સંક્રમણની અટકાયત કરી શકાય છે. તે માટે જરૂરી પગલાં રૂપે સગર્ભા મતાઓને HIV પરીક્ષણ કરવું જરૂરી છે. પી.પી.ટી.સી.ટી. કેન્દ્ર પર આવતી દરેક સગર્ભા માતાઓનું HIV પરીક્ષણ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ."
આ ઉપરાંત સુરક્ષિત જાતીય સમાગમની પદ્ધતિઓ અપનાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને નિદર્શન કરવા, માતા-પિતાને સલામત જાતીય સમાગમ માટે નિરોધનો વપરાશ કરવા અને માતા-પિતાથી બાળકમાં HIVનો ચેપ ફેલાતો અટકાવવા માટેના પગલાં વિશેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ ગર્ભવતી મહિલાઓ માટે HIV પરીક્ષણનું મહત્વ વગેરે વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી.