ETV Bharat / state

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ - Disaster Department

ડાંગઃ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. આ વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકાસ થયું છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તરમાં ભારે વરસાદ

author img

By

Published : Oct 22, 2020, 10:36 AM IST

  • ગિરિમથક સાપુતારા સહિતનાં ગામડાઓમાં 1 ઇંચ વરસાદ
  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન
  • ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માગ

ડાંગઃ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે થોડાક સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ

ડાંગ જિલ્લામાં 5 દિવસથી વાતાવરણમાં પલટો આવતાં સાંજનાં સમયે ભારે વરસાદ વરસ્યો હતો. આજ રોજ મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોનાં પાકને મોટા પાયે નુકસાન થયુ છે. ગિરિમથક સાપુતારા પથકનાં માલેગામ, શામગહાન, ગોટિયામાળ, ગુંદિયા, સોનુનીયા તથા મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા માળુંગા, બોડાંરમાળ, માનમોડી, કાંચનપાડા સહિતનાં ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તરમાં ભારે વરસાદ
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતના વિસ્તરમાં ભારે વરસાદ

વરસાદના કારણે ખેડૂતોને નુકસાન

ડાંગી ખેડૂતોનાં ઊભા પાકને જંગી નુકસાન થયુ છે. ડાંગરનો ઊભો પાક વરસાદનાં લીધે જમીનદોસ્ત થયો છે. તો ક્યાંક ઠેકાણે ખેડૂતોએ કાપણી કરેલા પાકનાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને ખેતીનાં પાકની નુકસાની ઉઠાવવાનો વારો આવ્યો છે. લોકડાઉનનાં કારણે ઘરે બેસી રહેલા ડાંગનાં લોકો એકમાત્ર ખેતી આધારીત જીવન ગુજારતા હોય છે, ત્યારે હવે ખેતીનાં પાકમાં પણ પાછોતરો વરસાદનાં પગલે ભારે નુકસાની થતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે.

ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર બુધવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિતનાં ગામડાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે આહવા, વઘઇ અને સુબિર વિસ્તારમાં નહીવત વરસાદ નોંધાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.