- ડાંગ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદ થતાં 19 માર્ગો અવરોધાયા
- માર્ગો અવરોધતાં 33 ગામડાંઓ સંપર્ક વિહોણા બન્યાં
- વહીવટી તંત્રએ વૈકલ્પિક માર્ગ પસંદ કરવાની અપીલ કરી
- વરસાદ નાં કારણે હજારો લોકો અસરગ્રસ્ત
ડાંગઃ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન આહવા તાલુકામા 107 મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈમાં 136 મી.મી., સુબીરમાં 80 મી.મી., અને ગિરિમથક સાપુતારામાં 135 મી.મી. વરસાદ નોંધાયો છે. આમ, જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 114.5 મી.મી. વરસાદ થયો છે.
આ પણ વાંચોઃ અમરાવતીમાં હોડી ઉંધી પડતાં 11 લોકો ડૂબ્યા, 3 લોકોના મળ્યા મૃતદેહ
જિલ્લાનાં 19 કોઝ-વે પાણીમાં ગરકાવ
આ સાથે આહવા તાલુકાનો મોસમનો કુલ વરસાદ 1488 મી.મી., વઘઈનો 1562 મી.મી., સુબિરનો 889 મી.મી., અને સાપુતારાનો મોસમનો કુલ વરસાદ 1719 મી.મી. નોંધાતા ડાંગ જિલ્લામા મોસમનો કુલ સરેરાશ વરસાદ 1414.5 મી.મી. નોંધાવા પામ્યો છે. ડાંગ જિલ્લામા નોંધાયેલાં આ વરસાદને કારણે જિલ્લાના 19 જેટલા લો લેવલ કોઝ વે તથા માર્ગો ઓવર ટોપિંગ થવાને કારણે આવાગમન માટે બંધ કરાયા છે. જેને કારણે જિલ્લાના 33 ગામો અસરગ્રસ્ત થવા પામ્યા છે.
આ પણ વાંચોઃ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં સાર્વત્રીક 2 ઇંચ વરસાદ, વાતાવરણમાં ઠંડક
વઘઈના 13, સુબીર 2 અને આહવાના 4 માર્ગો અવરોધાયા
જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ તરફથી મળેલી વિગતો અનુસાર, આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ જિલ્લાના જે માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, તે માર્ગોમા વઘઇ તાલુકાના (1) સુપદહાડ-સૂર્યાબરડા રોડ, (2) નાનાપાડા-કુમારબંધ રોડ, (3) સુસરદા વી.એ. રોડ, (4) આહેરડી-બોરદહાડ રોડ, (5) ચીખલદા-ધાનગડી રોડ, (6) ઘોડવહળ વી.એ. રોડ, (7) માનમોડી-નિમબારપાડા રોડ, (8) આંબાપાડા વી.એ. રોડ, (9) ખાતાળ ફાટક થી ઘોડી રોડ, (10) ઢાંઢરા વી.એ. રોડ, (11) કુડકસ-કોસીમપાતળ રોડ, (12) માછળી-ચીખલા-દીવડ્યાવન રોડ, (13) વાંઝટટેમ્બરૂન-કોયલીપાડા રોડ, સહિત સુબીર તાલુકાના (1) કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ, અને (2) પીપલદહાડ-જોગથવા રોડ ઉપરાંત આહવા તાલુકાના (1) બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, (2) સતી-વાંગણ-કુત્તરનાચ્યા રોડ, (3) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, અને (4) ચીકટિયા-ગાઢવી રોડ સહિત જિલ્લાના કુલ 19 માર્ગોનો સમાવેશ થાય છે.
વૈકલ્પિક માર્ગ પસંદ કરવા તંત્રની અપીલ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ માર્ગેથી અવરજવર કરતા વાહનચાલકો, પશુપાલકો, તથા રાહદારીઓને પ્રશાસને સૂચવેલા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરાયો છે.