ETV Bharat / state

Motivational Story: ગુજરાતી પર્વતારોહક ભોવાન રાઠોડે સર કર્યુ 21 હજાર ફૂટ ઊંચુ 'કાંગ યાત્સે' શિખર - Mount Everest

કહેવાય છે કે "અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી". આ કથની ગુજરાતના એક યંગેસ્ટ ઈન્ટરનેશનલ માઉન્ટેનિયરે સાર્થક કરી બતાવી છે. આ પર્વતારોહક છે ભોવાન રાઠોડ. ડાંગ જિલ્લાના શ્રમજીવી પરિવારના પનોતા પુત્ર ભોવાન રાઠોડે હિમાલય પર્વતમાળામાં માર્ખા ઘાટી સ્થિત 6400 મીટર એટલે કે અંદાજિત 21000 ફિટ ઊંચુ 'કાંગ યાત્સે' શિખર સર કર્યુ છે. આ પર્વતારોહણમાં ભોવાનને ટાટા સ્ટીલ તરફથી સ્પોન્સરશિપ ઓફર થઈ હતી. ભોવાન રાઠોડે અતિશય કપરી પરિસ્થિતિને પાર કરીને આ સિદ્ધિ મેળવી છે. વાંચો ભોવાન રાઠોડના 'મિશન ઈમ્પોસિબલ' વિશે વિસ્તારપૂર્વક

ડાંગના યુવાન ભોવાન રાઠોડે સર કર્યુ  કાંગ યાત્સે શીખર સર કર્યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 12:39 PM IST

Updated : Sep 16, 2023, 2:54 PM IST

અત્યંત પડકારોથી ભરેલુ હતું પર્વતારોહણ

માર્ખા ઘાટી(હિમાલય પર્વતમાળા): ડાંગના જિલ્લાના આહવા તાલુકાના ચીરાપાડા ગામના શ્રમજીવી પરિવારના પુત્રની આંખમાં નાનપણથી જ પર્વતારોહણ જેવા મોટા સપના સજેલા હતા. તેણે પર્વતારોહણ શોખને પોષવા ખૂબ જ મહેનત કરી. આજે તેણે સમગ્ર જિંદગી કરેલી મહેનતનું ફળ મળ્યું છે. આ યુવાને ટાટા સ્ટીલ ફાઉન્ડેશન તરફથી મળેલી સ્કોલરશિપને આધારે 21000 ફિટ ઊંચુ 'કાંગ યાત્સે' શિખર સર કર્યુ છે. આ શિખરને સર કરવું એ ભોવાન રાઠોડ માટે આસાન નહતું. આ 'મિશન ઈમ્પોસિબલ' તેણે અનેક પડકારોનો સામનો કરીને પાર પાડ્યું છે.

અનેક પડકારોથી ભરેલું 'મિશન ઈમ્પોસિબલ': ભોવાન રાઠોડે હિમાલય પર્વતમાળાની માર્ખા ઘાટીમાં હેમિશ નેશનલ પાર્ક વિસ્તારમાં 'કાંગ યાત્સે' શિખર આવેલું છે. આ શિખર 6400 મીટર એટલે કે 21000 ફિટની ઊંચાઈ પર છે. ટાટા સ્ટિલ દ્વારા ગુજરાતમાંથી એક માત્ર ભોવાન રાઠોડની માઉન્ટેનિંગ માટે પસંદગી થઈ હતી. દેશના અન્ય રાજ્યોના કુલ 12 સાહસિક યુવાનોની ટીમ શિખર 'કાંગ યાત્સે' સર કરવા નીકળી હતી. આ સફર ધાર્યો એટલો સહેલો નહતો. ભોવાન રાઠોડ અને તેમની ટીમને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો. 12માંથી પહેલા 3 અને બાદમાં 4 એમ કુલ 7 યુવાનોની ઓક્સિજનની કમીના કારણે તબિયત લથડી ગઈ હતી. આ 7 યુવાનોનું રેસ્ક્યુ કરીને બેઝ કેમ્પ ખાતે મેડિકલ ટ્રીટમેન્ટ અપાઈ હતી. બાકીના 5 યુવાનો ગ્લેશિયર પીગળવાનું શરૂ થાય તે પહેલા જ મહામહેનતે 'કાંગ યાત્સે' શિખર સર કર્યું. આ પાંચેય બહાદુર યુવાનોએ એક સાથે 'કાંગ યાત્સે' શિખર પર ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો.

ડાંગનો યુવા પર્વતારોહક બન્યો લાખો માટે પ્રેરણારૂપ

મેઈન ટારગેટ માઉન્ટ એવરેસ્ટઃ ભોવાન રાઠોડનું મુખ્ય લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ છે. છેલ્લા પગથિયે પહોંચતા પહેલા અનેક પગથિયા ચડવા પડે છે. તે ઉક્તિ અનુસાર રાઠોડ આજે માઉન્ટ એવરેસ્ટથી વધુ એક કદમ નજીક પહોંચી ગયા છે. તેઓ એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી જઈ આવ્યા છે. 'કાંગ યાત્સે' શિખર સર કરીને આ યંગેસ્ટ માઉન્ટેનિયરે એવરેસ્ટના બારણે દસ્તક દીધી છે.

અ પરફેક્ટ મોટિવેશનલ સ્ટોરીઃ ડાંગના નાનકડા ગામ ચીરાપાડાના આશાસ્પદ યુવાને 'કાંગ યાત્સે' શિખર સર કરીને અન્ય લાખો યુવકોને પ્રેરણા પૂરી પાડી છે. અનેક યુવાનો જિંદગીમાં પડતી તકલીફોનું કારણ આગળ ધરીને પોતાની પેશન છોડી દે છે. જ્યારે આ યુવાને વ્હેર ધેર ઈઝ વિલ, ધેર ઈઝ વે કહેવત અનુસાર પોતાની પેશન પાછળ પુષ્કળ પરિશ્રમ કર્યો અને ટાટા સ્ટીલ તરફથી તેને પૂરતો સહકાર મળ્યો. આ સહકાર અને પુષ્કળ પરિશ્રમને પ્રતાપે ભોવાન રાઠાડે આ 'કાંગ યાત્સે' શિખર સર કરવાની સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવીને તેઓ અનેક માટે પ્રેરણારૂપ બન્યા છે.

  1. ગણદેવીની ડૉ. રઝીનાએ લદ્દાખના માઉન્ટ યુનમ શિખર પર તિરંગો લહેરાવ્યો
  2. માતા પુત્રીને થયો શિખરો સાથે પ્રેમ અને પંચ કૈલાસ અનેક વાર કર્યા સર

Last Updated : Sep 16, 2023, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.