ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માટે મંગળ ગાવિત બાદ શૂન્યાવકાશ? - સૂર્યકાંત ગાવિતની બેઠક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ETV Bharat આપને વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. દરેક બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર અને શા કારણે વિધાનસભા બેઠકની ઓળખ છે એવી તમામ માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ. આજે જાણો ડાંગ વિધાનસભા બેઠક (Dang Assembly Seat ) વિશે..

Gujarat Assembly Election 2022 : ડાંગ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ માટે મંગળ ગાવિત બાદ શૂન્યાવકાશ?

author img

By

Published : Jul 3, 2022, 6:01 AM IST

ડાંગ- આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને (Gujarat Assembly Election 2022) લઇને ડાંગ બેઠકની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં છે. ત્યારે જોઈએ શું છે ડાંગ વિધાનસભા બેઠકનો (Dang Assembly Seat ) ઈતિહાસ. ગુજરાત વિધાનસભા અને લોકસભાની બેઠકો અનુસૂચિત જાતિ અને જનજાતિની કુલ વસ્તીની સરેરાશને આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં હાલ 2001ની વસ્તીના આધારે 2006માં આરક્ષિત બેઠકો અંગેનું સીમાંકન બહાર પાડવામાં આવ્યું છે. હાલ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો છે અને લોકસભાની 26 બેઠકો છે. જેમાં વિધાનસભાની સામાન્ય બેઠકોની સંખ્યા 142, અનુસૂચિત જાતિની બેઠકો 13 જ્યારે અનુસૂચિત જનજાતિની( આદિવાસી) બેઠકો 27 છે.જેમાંની એક ડાંગ વિધાનસભા બેઠક છે. ડાંગની વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિની બેઠક છે.

ડાંગ વિધાનસભા બેઠકની ડેમોગ્રાફી - વર્ષ 1975માં ડાંગ- વાંસદા બેઠક (Dang Assembly Seat ) અસ્તિત્વમાં આવી હતી. ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક ફાળવવામાં આવે છે. ડાંગ વિધાનસભા બેઠક ઉપર અત્યાર સુધી વિવિધ ટર્મ માટે કુલ 6 ઉમેદવારો બન્યાં છે. જેમાં ઉમેદવારોનાં ઉતારચડાવ થતાં રહ્યાં છે. આ લિસ્ટમાં ડાંગ- વાંસદા બેઠક ઉપર સૌથી વધુ વખત ચૂંટાઈ આવનારા નેતા માધુભાઈ ભોય છે. જે પ્રથમવાર JDU પાર્ટી તરફથી ચૂંટાઈ આવ્યાં હતાં. ત્યારબાદ ત્રણ ટર્મ માટે કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાયા હતાં. કોંગ્રેસમાંથી રાજીનામું આપેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત (Mangal Gavit Seat ) પણ બે વખત ચૂંટાઈ આવ્યાં હતાં. જ્યારે અન્ય ઉમેદવારો જેઓ 1975 બાદ ફક્ત એક વખત ચૂંટાઈ આવ્યાં છે. ડાંગ વિધાનસભા બેઠક (Assembly seat of Dang ) કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક ઉપર સૌથી વધુ વખત કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે JDU અને BJPને ફક્ત એકવાર જીત મળી છે.

સ્ત્રી મતદારોની સંખ્યા આ બેઠક પર વધુ છે
સ્ત્રી મતદારોની સંખ્યા આ બેઠક પર વધુ છે

અગાઉની ચૂંટણીના પરિણામ - ડાંગ વિધાનસભા બેઠક પર (Dang Assembly Seat ) આ અગાઉ યોજાયેલી ચૂંટણીઓના પરિણામો ઉપર નજર કરીએ તો અહીં સને 2014ના લોકસભા ચુનાવમા 81.33 ટકા, સને 2017ની વિધાનસભાની ચૂંટણીમા 72.74 ટકા, અને 2019ની લોકસભાની ચૂંટણીમા 81.23 ટકા મતદાન નોંધાવા પામ્યુ છે. જ્યારે 2020ની પેટા ચૂંટણીમાં કુલ 74.71 ટકા મતદાન નોંધાવા પામ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ 2012 અને 2017ની ચૂંટણીઓમાં બીપી પટેલ અને ગાવિત ઉતર્યા હતાંં.ડાંગ બેઠક માટે કુલ મતદારોની સંખ્યા 1,78,154 છે. જેમાં આહવા તાલુકામાં 75 હજાર 969, વઘઇમાં 52 હજાર 744 અને સુબીરમાં 4 હજાર 944 મતદારો છે. જેમાં પુરુષ મતદારોની સંખ્યા 89,405 જયારે સ્ત્રી મતદારોની સંખ્યા 88,749 છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસને પણ મુશ્કેલી, આમ આદમી પાર્ટી પગપેસારો કરવા તલપાપડ

ગુજરાતની 14મી વિધાનસભાની ચૂંટણીમાં બેઠક (Dang Assembly Seat ) ઉપર 2017માં (Gujarat Assembly Election 2017) કોગ્રેસમાંથી ચૂંટાઈ આવેલા ઉમેદવાર મંગળ ગાવિતે રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણી 2020માં યોજાઈ હતી. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર વિજય પટેલ (Vijay Patel Seat )અને કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત (Suryakant Gavit Seat ) વચ્ચે હતો. જેમાં વિજય પટેલ 94,006 મત (Vijay Patel Seat) મેળવી વિજયી થયાં હતાં. જ્યારે કોંગ્રેસના સૂર્યકાંત ગાવિતને 33,911 મત મળ્યાં હતાં. ઉપરાંત 1 ઉમેદવાર BTP અને બાકીના અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યાં હતાં.

ભાજપ માટે આ વખતે વિન વિન સિચ્યૂએશન રહેશે?

ડાંગ વિધાનસભા બેઠકની ખાસિયત- ડાંગ જિલ્લો 100 ટકા આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી અહીં અનુસૂચિત જનજાતિની બેઠક (Dang Assembly Seat ) ફાળવવામાં આવે છે. ડાંગ જિલ્લામાં વિધાનસભા બેઠકમાં તમામ વસ્તી મુખ્ય બે પક્ષ ધરાવે છે. આ ઉપરાંત અહીં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પણ જોવા મળે છે. વિસ્તારની અંદર પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 72 ટકા છે. જેમાં પુરૂષ અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણમાં અનુક્રમે 80 અને 89 ટકા છે.વિસ્તારમાં પ્રવાસન સારી રીતે વિકાસ પામ્યું છે તેથી આસપાસના રાજ્યો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે જેને લઇને ગ્રામીણ અર્થતંત્ર વિકાસ કરી રહ્યું છે.

ડાંગ જેવા પ્રાકૃતિક વન વિસ્તારમાં પ્રવાસન વિકાસ છે

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : શું આ ચૂંટણીમાં પણ કોંગ્રેસની જીત નિશ્ચિત છે ?

મંંગળ ગાવિતનું કોંગ્રેસમાંથી રાજીનામું મહત્ત્વનો મુદ્દો - આ બેઠક (Dang Assembly Seat ) અસ્તિત્વમાં આવી ત્યારથી અત્યાર સુધીમાં બે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ છે. જેમાં વર્ષ 2012માં ભાજપ પક્ષમાંથી વિજય પટેલ અને કોંગ્રેસ પક્ષમાંથી મંગળ ગાવિત સામસામે ચૂંટણી લડી રહ્યા હતાં. જેમાં મંગળ ગાવિતનો (Mangal Gavit Seat )ભવ્ય વિજય થયો હતો. જ્યારે 2017ની ચૂંટણીને (Gujarat Assembly Election 2017)ધ્યાનમાં રાખીને જોતાં ભાજપ પક્ષમાં વિજય પટેલ અને કોંગ્રેસ પક્ષમાં મંગળ ગાવિત વચ્ચેનો જંગ હતો. જેમાં પણ મંગળ ગાવિતનો ભવ્ય વિજય થયો હતો. આમ બે ટર્મથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવનાર ડાંગ જિલ્લા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ગત રાજ્યસભાની ચૂંટણી ટાણે પોતાનું રાજીનામું આપ્યું હોવાની ચર્ચા લો મુખે ચર્ચાઈ હતી. ડાંગ જિલ્લા કોંગ્રેસના એકમાત્ર કદાવર અને ખમતીધર નેતા મંગળ ગાવિતે રાજીનામું આપવાનું કારણ વિકાસ અને પોતાની જ પાર્ટીઓનાં નેતાઓ વિશેનો આંતરિક વિખવાદ જણાવ્યો હતો. મંગળ ગાવિતના રાજીનામાં બાદ કોંગ્રેસી કાર્યકરોમાં રોષની લાગણી ફેલાઇ હતી. આ સાથે જ લોકોએ તેમને દગાખોર ગણાવ્યાં હતાં. જ્યારે અધવચ્ચે ડિસેમ્બર 2020માં બીજી પેટાચૂંટણી યોજવામાં આવી ત્યારે અઢી વર્ષના સમય માટે ફરીથી બે પક્ષોમાં કોંગ્રેસ પક્ષ તરફથી સૂર્યકાંત ગાવિત (Suryakant Gavit Seat ) અને ભાજપ પક્ષ તરફથી વિજય પટેલ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં વિજય પટેલ જીતી ગયાં હતાં.

આદિવાસી વિસ્તારની આગવી માગણીઓ છે
આદિવાસી વિસ્તારની આગવી માગણીઓ છે

ડાંગ વિધાનસભા બેઠકની માગ-આ બેઠક પર (Dang Assembly Seat ) ભાજપ ઉમેદવાર દ્વારા ચૂંટણી પ્રચારના મુખ્ય મુદ્દાઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો છે. જ્યારે સ્થાનિક મુદ્દાઓમાં PG કોલેજ અને મજૂર વર્ગનું સ્થળાંતર અટકાવવાનાં પ્રયાસો છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવારનાં ચૂંટણીનાં મુખ્ય મુદ્દાઓમાં સ્થાનિક રોજગારી ઉભી કરવી અને સારું શિક્ષણ એ મુખ્ય મુદ્દા છે.સ્થાનિક રોજગારી અને વનવિસ્તાર હોવાથી પ્રદૂષણ રહિત ઉદ્યોગોની માગ છે. તો આદિવાસી લોકોને જમીનનાં મહેસૂલી હકનો મુદ્દો પણ ગાજે છે. જ્યારે સ્થાનિક મુદ્દાઓમાં PG કોલેજ અને મજૂર વર્ગનું સ્થળાંતર અટકાવવાની વાત પણ છે. તો સારી શિક્ષણ સંસ્થાઓની માગ મુખ્ય મુદ્દામાં આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીઓમાં (Gujarat Assembly Election 2022) શામેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.