આહવા તાલુકાના ભવાનદગડ ગામમાં યોજાયેલી ગ્રામસભામાં પ્રજાજનોને માર્ગદર્શન આપતા વઢવાણિયાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી પુરી પાડીને તેનો મહત્તમ લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. યોજનાકીય લાભો મેળવવા માટે અનુસરવાની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપીને તેમણે પ્રજાજનોને સમયસર જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત વિભાગોને અરજી મોકલવાની પણ હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લામાં ભવાનદગડથી ગ્રામસભાનો થયો પ્રારંભ ભવાનદગડ ગૃપ ગ્રામ પંચાયતના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરતા એચ.કે.વઢવાણિયાએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલી તેમજ સુધારેલી આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અપીલ કરી હતી. સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓના બાકી હપ્તા બાબતે ઝીણવટભરી પૃચ્છા કરતા વઢવાણિયાએ આ બાબતે ત્વરિત કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
આ દરમિયાન ભવાનદગડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચ મધુભાઇ ભોયેએ જુદી-જુદી કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મેળવવા બાબતે પ્રજાજનોને જાગૃતિ સાથે યોગ્યસ્તરે રજુઆત કરવાની અપીલ કરી હતી. આહવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શુક્કર ચૌધરીએ ગ્રામજનોના પ્રશ્નો પરત્વે પ્રશાસન હકારાત્મક અભિગમ સાથે પ્રજાના દ્વારે આવ્યું છે, ત્યારે સૌને સહયોગ દાખવવાનો અનુરોધ કર્યો હતો.
ભવાનદગડ પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલી સને-2019ની ગ્રામસભાના કાર્યક્રમની પ્રથમ ગ્રામસભામાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા સાથે આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી ચૌધરી, પંચાયત અને મહેસૂલી કર્મચારીઓ, માહિતી વિભાગની ટીમ સહિત સ્થાનિક પદાધિકારીઓ, ગ્રામીણ કર્મચારીઓ, પ્રજાજનો વગેરેએ ઉપસ્થિત રહીને તેમની ભૂમિકા નિભાવી હતી.

R_GJ_DANG_04_01_JUNE_2019_GRAMSABHA_PHOTO_STORY_UMESH_GAVIT
ડાંગ જિલ્લામાં ભવાનદગડથી ગ્રામસભાનો થયો પ્રારંભ ઃ
-----
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ સ્વયં ઉપસ્થિત રહી
જિલ્લાની ગ્રામસભાઓનો કરાવ્યો પ્રારંભ ઃ
-----
ભવાનદગડ ગૃપ ગ્રામ પંચાયતના ગ્રામજનોને
કુરિવાજો, વ્યસન તથા અંધશ્રદ્ધાને તિલાંજલી આપવા કર્યો અનુરોધ
-----
(ડાંગ-આહવાઃ તાઃ ૧ઃ) ગ્રામીણજનોને ગ્રામવિકાસના કાર્યોમાં સહયોગ સાથે જાગૃતિ દાખવવાનો અનુરોધ કરતા ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર-વ-જિલ્લા વિકાસઅધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ, ગ્રામીણ સમાજમાંથી કુરિવાજ, અંધશ્રદ્ધા અને વ્યસન જેવા દુષણોને તિલાંજલીઆપવાની અપીલ કરી હતી.
આહવા તાલુકાના ભવાનદગડ ગામે યોજાયેલીગ્રામસભામાં પ્રજાજનોને માર્ગદર્શન આપતા શ્રીવઢવાણિયાએ રાજ્ય, અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓન જાણકારી પુરી પાડી, તેનો મહત્તમ લાભલેવાનો પણ અનુરોધ કર્યો હતો. યોજનાકિય લાભો મેળવવા માટે અનુસરવાની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપીતેમણે પ્રજાજનોને સમયસર જરૂરી દસ્તાવેજો સાથેસંબંધિત વિભાગોને અરજી મોકલવાની પણ આ વેળાહિમાયત કરી હતી.
ભવાનદગડ ગૃપ ગ્રામ પંચાયતના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરતા કલેક્ટર-વ-જિલ્લા વિકાસ અધિકારી શ્રીએચ.કે.વઢવાણિયાએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટેજાહેર કરાયેલી સુધારેલી આર્થિક સહાય યોજનાનો લાભલેવા પણ અપીલ કરી હતી. સરદાર આવાસ યોજનાના લાભાર્થીઓના બાકી હપ્તા બાબતે ઝીણવટભરી પૃચ્છાકરતા શ્રી વઢવાણિયાએ આ બાબતે ત્વરીત કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
દરમિયાન ભવાનદગડ ગૃપ ગ્રામ પંચાયતના સરપંચશ્રી મધુભાઇ ભોયેએ જુદી જુદી કલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મેળવવા બાબતે પ્રજાજનોને જાગૃતિ સાથે, યોગ્યસ્તરે રજુઆત કરવાની અપીલ કરી હતી. આહવા તાલુકાપંચાયતના ઉપપ્રમુખ શ્રી શુક્કરભાઇ ચૌધરીએ ગ્રામજનોના પ્રશ્નો પરત્વે પ્રશાસન હકારાત્મક્ અભિગમ સાથે પ્રજાના દ્વારે આવ્યું છે, ત્યારે સૌને સહયોગ દાખવવાનો અનુરોધ કર્યો હતો.
ભવાનદગડ પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલીસને ર૦૧૯ની ગ્રામસભાના કાર્યક્રમની પ્રથમ ગ્રામસભામાંજિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સાથેઆયોજન-સહ-તાલુકા વિકાસ અધિકારી શ્રી ચૌધરી, પંચાયત અને મહેસૂલી અધિકારી/કર્મચારીઓ, માહિતી વિભાગની ટીમ સહિત સ્થાનિક પદાધિકારીઓ, ગ્રામીણ કર્મચારીઓ, પ્રજાજનો વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.