ETV Bharat / state

વઘઇના ડુંગરડા ગામે ગ્રામસભા, વિકાસ અધિકારીની ખાસ હાજરી - Etv Bharat

ડાંગઃ જિલ્લાના વઘઇ તાલુકાના ડુંગરડા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણજનોને ગ્રામવિકાસના કાર્યોમાં સહયોગ સાથે જાગૃતિ દાખવવાનો અનુરોધ કરતા ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ આ સભામાં ખાસ હાજરી આપી સંબોધન કર્યું હતું. સાથે જ ગ્રામીણ સમાજમાંથી કુરિવાજ, અંધશ્રદ્ધા અને વ્યસન જેવા દુષણોને દૂર કરવાની અપિલ કરી હતી.

ડાંગના વધઇ તાલુકાના ડુંગરડા ગામે યોજાઇ ગ્રામસભા, વિકાસ અધિકારીની રહી પ્રેરક ઉપસ્થિતિ
author img

By

Published : Jun 10, 2019, 8:22 AM IST

વઘઇ તાલુકાના ડુંગરડા ગામે યોજાયેલી ગ્રામસભામાં પ્રજાજનોને માર્ગદર્શન આપતાં વઢવાણિયાએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓની જાણકારી પુરી પાડી હતી અને તેનો મહત્તમ લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. આ લાભ મેળવવા માટે અનુસરવાની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપી તેમણે પ્રજાજનોને સમયસર જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત વિભાગોને અરજી મોકલવાની પણ આ હિમાયત કરી હતી.

​ડુંગરડા ગૃપ ગ્રામ પંચાયતના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરતાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલી સુધારેલી આર્થિક સહાય યોજનાનો લાભ લેવા પણ જણાવ્યું હતું.

​ડુંગરડા ગામની ગ્રામસભામાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા સાથે તાલુકા વિકાસ અધિકારી સી.ડી.વ્યવહારે, ગ્રામસભાના જિલ્લાકક્ષાના લાયઝન ઓફિસર એવા નાયબ કાર્યપાલક ઇજનેર, સી.ડી.પી.ઓ. નિરંજનાબેન પટેલ, સરપંચ પ્રકાશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્ય સંકેતભાઇ અને રામજભાઇ, પંચાયત અને મહેસૂલી અધિકારી/કર્મચારીઓ, ગ્રામીણ કર્મચારીઓ, પ્રજાજનો ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

R_GJ_DANG_02_10_JUNE_2019_GRAMSABHA_PHOTO_STORY_UMESH_GAVIT

વધઇ તાલુકાના ડુંગરડા ગામે યોજાઇ ગ્રામસભા ઃ
ઇન્ચાર્જ કલેક્ટર-વ-જિલ્લા વિકાસ અધિકારીશ્રીની રહી પ્રેરક ઉપસ્થિતિ
-----
 
(ડાંગ-આહવા) ગ્રામીણજનોને ગ્રામવિકાસના કાર્યોમાં સહયોગ સાથે જાગૃતિ દાખવવાનો અનુરોધ કરતા ડાંગના ઇન્ચાર્જ કલેક્ટર-વ-જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ, ગ્રામીણ સમાજમાંથી કુરિવાજ, અંધશ્રદ્ધા અને વ્યસન જેવા દુષણોને તિલાંજલી આપવાની અપીલ કરી હતી.
 
​વધઇ તાલુકાના ડુંગરડા ગામે યોજાયેલી ગ્રામસભામાં પ્રજાજનોને માર્ગદર્શન આપતા શ્રી વઢવાણિયાએ રાજ્ય, અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓન જાણકારી પુરી પાડી, તેનો મહત્તમ લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો. યોજનાકિય લાભો મેળવવા માટે અનુસરવાની કાર્યપદ્ધતિનો ખ્યાલ આપી તેમણે પ્રજાજનોને સમયસર જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત વિભાગોને અરજી મોકલવાની પણ આ વેળા હિમાયત કરી હતી.
 
​ડુંગરડા ગૃપ ગ્રામ પંચાયતના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરતા કલેક્ટર-વ-જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયાએ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરાયેલી સુધારેલી આર્થિક સહાય યોજનાનો લાભ લેવા પણ અપીલ કરી હતી.
 
​ડુંગરડા ગામની ગ્રામસભામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રી સી.ડી.વ્યવહારે, ગ્રામસભાના જિલ્લાકક્ષાના લાયઝન ઓફિસર એવા નાયબ કાર્યપાલક ઇજનેર, સી.ડી.પી.ઓ. શ્રીમતી નિરંજનાબેન પટેલ, સરપંચ શ્રી પ્રકાશભાઇ ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી સંકેતભાઇ અને રામજભાઇ, પંચાયત અને મહેસૂલી અધિકારી/કર્મચારીઓ, ગ્રામીણ કર્મચારીઓ, પ્રજાજનો વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.