ETV Bharat / state

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની મુલાકાતે - લેટેસ્ટ ન્યૂઝ

ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની મુલાકાતે છે. 3 દિવસની મુલાકાતે આવેલા રાજ્યપાલનું ગિરિમથક સાપુતારાના હેલિપેડ ઉપર ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતું.

gujarat governer aachary devvrat
gujarat governer aachary devvrat
author img

By

Published : Sep 10, 2020, 11:03 PM IST

ડાંગઃ રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમની મુલાકાતના પ્રથમ દિવસે ગિરિમથક સાપુતારાના સૌંદર્યને નિહાળ્યું હતું. તેમજ વઘઇ ખાતેના બોટાનીકલ ગાર્ડનની મુલાકાત લઈ વનસ્પતિના વૈવિધ્યને પણ નિહાળ્યું હતું. આ મુલાકાત વેળાએ રાજ્યપાલની સાથે લેડી ગવર્નર પણ આ મુલાકાતમાં જોડાયા હતા.

gujarat governer aachary devvrat
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની મુલાકાતે
રાજ્યપાલે ડાંગ જિલ્લામાં ખેડૂતો રાસાયણિક કૃષિના વિકલ્પ તરીકે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવે અને જળ, જમીન તથા પર્યાવરણને દૂષિત થતું અટકાવી ઝેરમુક્ત કૃષિ ઉત્પાદન મેળવે તેવો આગ્રહ વ્યક્ત કર્યો હતો. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સાથે મુલ્યવર્ધન ક્ષેત્રે વિપુલ શક્યતાઓ હોવાનું પણ તેમણે આ વેળા જણાવ્યું હતું.

પર્યટન માટેની વિપુલ શક્યતા ધરાવતા ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટેની અલાયદી બજાર વ્યવસ્થાઓ ઉપર ભાર મૂકતા રાજ્યપાલે લુપ્ત થતી વન ઔષધિઓના જતન અને સંવર્ધન ઉપર લક્ષ કેન્દ્રિત કરી, મેડિકલ ટુરિઝમની વ્યાપક શકયતાઓ અંગે પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે ઔષધીય ઉત્પાદન તથા વેચાણમાં ગ્રામીણ મહિલાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની પણ આ વેળા હિમાયત કરી હતી.રાજ્યપાલની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એન.કે.ડામોર સહિત જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વનસંરક્ષક દિનેશ રબારી, પ્રાંત અધિકારી કાજલ ગામીત અને સંયુક્ત માહિતી નિયામક આર.આર.રાઠોડ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.