રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સાપુતારા ના 350 થી પણ વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. સાપુતારા સ્થિત સાંદિપની હાઈસ્કૂલ, ઋતુમભરા ગર્લ્સ સ્કૂલના બાળકો, સાપુતારા હોટેલ એસોસિએશન મહાનુભાવો સહિત ડાંગ જિલ્લા ડીઝાસ્ટર ઓફિસર સાગડા સાહેબ જોડાયા હતા. ડાંગ જિલ્લા પતંજલિ અધ્યક્ષ પ્રીતિબેન ભાવસાર દ્વારા યોગ કરાવવામાં આવ્યો હતો.
પ્રીતિબેન ભાવસાર યોગ કાર્યક્રમ વિશે જણાવતાં કહે છે કે આયુષ મંત્રાલય દ્વારા દર વર્ષે યોગ દિવસ આયોજિત કરવામાં આવે છે. વડાપ્રધાન નરેદ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા આ મહાન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. યોગ ગુરુ બાબા રામદેવ દ્વારા યોગનો વિજ્ઞાન તરીકે વિશ્વભરમાં જયજયકાર કરેલ છે. યોગ કરવાથી માણસ તણાવ મુક્ત રહે છે. મન શાંત રહે છે. યોગ દ્વારા શરીરના તમામ રોગોને દૂર કરી શકાય છે. વધુમાં તેઓ જણાવે છે કે આજના સમયમાં યોગ કરવું ખૂબ જ જરૂરી છે.
સાપુતારામાં દરવર્ષે લેકવ્યું ગાર્ડન ખાતે યોગ કાર્યક્રમ રાખવામાં આવે છે. પણ આ વર્ષે અચાનક કોઈ કારણોસર જગ્યા સ્થળ બદલાતાં સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના લીધે અમુક શાળાના બાળકો જોડાઈ શક્યા નહોતાં.