ડાંગઃ કોરોના વાઈરસની સૌ કોઈને હચમચાવી રહ્યો છે. જેમાં કોરોના વાયરસનાં પગલે સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરાયો છે. ત્યારે ડાંગ જિલ્લામાંથી રોજીરોટી મેળવવા બહારનાં જિલ્લામાં ગયેલા ડાંગી મજૂરો હાલમાં વતનની વાટ પકડી ગામડાઓમાં પરત ફરી રહ્યા છે.
મહામારી એવા કોરોના વાયરસને નાથવા અને મેડિકલ ઉપકરણો સહિત દવાઓ માટે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે તેઓની ગ્રાંટમાંથી ડાંગ જિલ્લાને 10 લાખ રૂપિયા ફાળવવા માટે ડાંગ કલેક્ટરને ભલામણ કરતા આદિવાસીઓએ નિર્ણયને આવકાર્યો હતો.
વલસાડ ડાંગ જિલ્લાનાં સાંસદ કે.સી.પટેલ પોતે ડૉક્ટર છે અને આ વૈશ્વિક મહામારીમાં વલસાડ ડાંગના સાંસદ કે.સી.પટેલ હાલ સત્તા પક્ષમાં હોવા છતાંય તેને એક પણ વખત ડાંગની મુલાકાત લીધી નથ. વધુમાં ડાંગ જિલ્લાનાં ભાજપનાં પાર્ટી પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, તેમજ ભાજપાનાં વફાદાર સૈનિકનાં દાવો કરનાર નેતાઓ પણ હાલમાં ક્યાંક ખોવાઈ જતા લોકમુખે અનેક ચર્ચાઓ ચર્ચાઈ રહી છે.