ETV Bharat / state

Dang news : આદિવાસી યુવાનોના અપમૃત્યુને લઇ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ લીધી પરિવારજનોની મુલાકાત - Shankarsinh Vaghela

ડાંગ જિલ્લામાં આદિવાસી યુવાનોના અપમૃત્યુને લઈને પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister) શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એ પરિવારજનોની મુલાકાત લીધી હતી. તેમણે આ મામલે જે ગુનેગારો છે તેને કડક સજા થવી જોઈએ એમ જણાવ્યું હતું. સાથે જ આદિવાસી સમાજ (Tribal society) ના લોકોની પણ માગ છે કે, ગુનેગારોને સજા થવી જોઈએ.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jul 30, 2021, 10:58 PM IST

  • ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથનો મામલો
  • યુવાનોનાં અપમૃત્યુ બાબતે પૂર્વ મુખ્યપ્રધાને લીધી પરિવારની મુલાકાત
  • શંકરસિંહ વાઘેલાએ પરિવારની મુલાકાત લીધી

ડાંગ: જિલ્લાના આદિવાસી યુવાનોના અપમૃત્યુને લઇ પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister) શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એ પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી. મુલાકાત બાદ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી છે. વઘઇના આદિવાસી યુવાનોના ચીખલી પોલીસ મથકમાં અપમૃત્યુ હત્યાના પડધા રાજ્યભરમાં ઉઠી રહ્યા છે. સમગ્ર આદિવાસી સમાજ (Tribal society) આરોપીને કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યો છે.

આદિવાસી યુવાનોના અપમૃત્યુને લઇ પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ લીધી પરિવારજનોની મુલાકાત

પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મૃતકના પરિવારોની મુલાકાત લીધી

આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister) શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) એ શુક્રવારે આદિવાસી સમાજના નેતાઓ સાથે મૃતક સુનીલ અને રવીના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને આ મુલાકાત લેતા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહે જણાવ્યું હતું કે, જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી બન્યું છે.

આ પણ વાંચો : ચીખલી પોલીસ સ્ટેશનમાં ડેથ મામલે Aadivasi યુવાનોને ન્યાયની ડાંગ જિલ્લાનાં આગેવાનોની માગ

ગુનેગારોને સજા થાય તે જરૂરી : બાપુ

મૃતકના પરિવારજનોની એ જ લાગણી છે કે, મૃતકોને ન્યાય મળે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી કડક સજા થવી જોઈએ. બીજી વાર કોઈ આવું કરવાની હિંમત ન કરે તેવો દાખલો બેસાડવા પૂર્વ મુખ્યપ્રધાન (Former Chief Minister) શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela) તમામ તંત્ર ઢંડોળશે. વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આદિવાસી યુવાનોના અપમૃત્યુનો કેસ સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવો જોઇએ. આ મામલે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (Special Public Prosecutor) ની નિમણૂક પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : 2 આદિવાસી યુવાનોની ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા મુદ્દે BSP દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

સમાજના લોકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા માગ

આરોપી પોલીસ કર્મી ઉપર 302 ની કલમ હેઠળ તપાસ શરૂ થતા ડીપાર્ટમેન્ટ જ તેમના વિરૂદ્ધ હવે કાર્યવાહી કરશે. પોતાના ઉપરીઓને ખુશ કરવા આવા પ્રકારનું કૃત્ય ન કરવુ જોઇએ, એ તમામ લોકો સમજે અને આરોપીને કડકમાં કડક સજા થાય. સમાજની અંદર એક દાખલો બેસવો જોઇએ તે મુજબ કાર્યવાહી થાય તેવી આદિવાસી સમાજ (Tribal society) ના લોકોની માગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.