ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ 71માં વન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો - Tribal society

ડાંગ જિલ્લામાં 71મા વન મહોત્સવનો પ્રારંભ રાજ્યના વન પ્રધાન ગણપતસિંહ વસાવાએ કરાવ્યો હતો અને પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય જેવા સૂચનો કર્યા હતા. પ્રકૃતિની ગરિમા જાળવી તેનુ જતન અને સંવર્ધન બાબતે જાગૃત રહેવાની અપીલ કરી હતી.

ડાંગ જિલ્લામાં 71માં વન મહોત્સવનો પ્રારંભ કરાવતા વનપ્રધાન ગણપતસિંહ વસાવા

author img

By

Published : Aug 8, 2020, 9:32 PM IST

ડાંગઃ વૈશ્વિક પર્યાવરણની જાળવણીએ સામુહિક ચિંતનનો વિષય છે. તેમ જણાવતા રાજ્યના વનપ્રધા ગણપતસિંહ વસાવાએ સમગ્ર સૃષ્ટી અને માનવજાતના અસ્તિત્વ માટે વૃક્ષ અને વન જ એકમાત્ર તરણોઉપાય છે. તેમ આહવા ખાતે જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાના 71માં વન મહોત્સવનો પ્રારંભ ગણપતસિંહ વસાવાએ કરાવ્યો હતો. તે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક છે, ત્યારે પ્રકૃતિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે જોવાની આપણી જવાબદારી છે તેમ જણાવતા, ડાંગ જિલ્લો ગુજરાતનું કાશ્મીર છે. તેની ગરિમા જાળવી તેના જતન અને સંવર્ધન બાબતે જાગૃત રહેવાની અપીલ કરી હતી.

આહવાના સનસેટ પોઈન્ટ પર આયોજિત કાર્યક્રમમાં પ્રજાજોગ સંદેશો આપતા વન અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવાએ સહભાગી વન વ્યવસ્થાને કારણે રાજ્યમાં વન અને વન વિસ્તારમાં વધારો નોંધાયો છે, તેમ જણાવી આ વ્યવસ્થામાં 6.50 લાખથી વધુ આદિવાસી પ્રજાજનોનો સહયોગ સાંપડ્યો છે. તેમ જણાવ્યું હતું.

અંબાજીથી ઉમરગામ સુધીના વન વિસ્તારમાં વસતા આદિવાસી પ્રજાજનોના સર્વાંગીણ વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે વિષેશ લક્ષ કેન્દ્રિત કર્યું છે. તેમ જણાવતા તેમણે 33 જિલ્લાઓ, 8 મહાનગરપાલિકાઓ, 250 તાલુકાઓ અને 5000 ગામડાઓમાં વન મહોત્સવ આયોજિત કરીને રાજ્ય સરકારે વન, વન વિસ્તાર અને વનવાસી બાંધવોના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આદિવાસી સમાજની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અને વનૌષધિને કારણે “કોરોના”ના કાળમાં પ્રજાજનોનું જાહેર સ્વાસ્થ્ય જાળવવામાં મહદઅંશે સફળતા મળી છે, જેની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઈ રહી છે. તેમ જણાવતા વનપ્રધાને, ગુજરાતના સમૃદ્ધ વનોમાં વધતી વનીલ પશુપક્ષીઓ અને સરીસૃપોની વસ્તીનું જતન સંવર્ધનએ પણ આપણી સહિયારી જવાબદારી છે તેમ જણાવ્યું હતું.

500 વર્ષ જુના રામ જન્મભૂમિના વિવાદનો હલ થતા આ ક્ષણને યાદગાર બનાવવા માટે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ આ વર્ષના સાંસ્કૃતિક વન નિર્માણની થીમ હેઠળ રાજકોટ ખાતે “રામ વન”નું નિર્માણ કરીને આસ્થા કેન્દ્ર એવા અયોધ્યાના આ ઈતિહાસને અમરત્વ પ્રદાન કર્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.

ભારતભરમાં વન મહોત્સવનો પ્રારંભ કરનારા ગુજરાતના સપૂત એવા તત્કાલીન કૃષિ પ્રધાન કનૈયાલાલ મુનશીને યાદ કરી વનપ્રધાને સરદાર પટેલને “સોમનાથ” અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈતિહાસ “અયોધ્યા” માટે યાદ કરશે તેમ જણાવ્યું હતું. “ગ્રીન ગુજરાત-ક્લીન ગુજરાત”ના મંત્ર સાથે વન મહોત્વસવની ઉજવણીને જિલ્લા કક્ષાએ લઈ જઈને તેમાં વ્યાપક લોકભાગીદારીને જોડીને, રાજ્ય સરકારે ધાર્મિક/ઐતિહાસિક સ્થળોએ સાંસ્કૃતિક વન નિર્માણની નવી પરંપરા શરુ કરી છે, જેને વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે. તેમ પ્રધાને વધુમાં જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાના વન વિસ્તારમાં 31 જેટલા માર્ગો માટે તાજેતરમાં જ રાજ્ય સરકારે 30 કરોડની રાશી મંજુર કરી છે, જેનો લાભ 150 થી વધુ ગામોના લોકોને થશે તેમ જણાવતા આદિજાતિ પ્રધાન ગણપતસિંહ વસાવાએ ડાંગ જિલ્લાના જાગૃત પદાધિકારીઓના પ્રયાસને કારણે ડાંગ જિલ્લાનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં બોર્ડર વિલેજ અને કોટવાળીયા વિકાસ માટે આદિજાતિ વિકાસ વિભાગમાંથી બીજા 10 કરોડના કાર્યોની મંજુરી મળી રહી છે. તેમ જણાવ્યું હતું.

જંગલએ ડાંગની સંપતિ છે ,ત્યારે તેનું રક્ષણ કરવુંએ આપણી જવાબદારી છે તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ બીબીબેન ચૌધરીએ માલિકી યોજનાથી ડાંગ જિલ્લાના પરિવારોનો વિકાસ થયો છે, અને વન ઉપજથી સમગ્ર જિલ્લાનો વિકાસ થયો છે. તેમ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું.

વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે ડાંગ જિલ્લાના 71માં વન મહોત્સવને શુભેચ્છા પાઠવી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

માજી સંસદીય સચિવ અને સુરતના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ “કોવિદ-19” એ ફેફસાને અસર કરતો રોગ છે, ત્યારે વન વિસ્તારમાંથી મળતો ઓક્શીજન, પ્રાણવાયુંએ મનુષ્યને જીવન બક્ષે છે. જે આજના “કોરોના”કાળમાં સૌને સમજાયું છે, ત્યારે વૈશ્વિક સ્તરે પર્યાવરણની પોલીસી અમલી બનાવવાનો સમય હવે પાકી ગયો છે, જેનું નેતૃત્વ ભારત કરી શકે છે તેમ જણાવ્યું હતું.

રાજ્યમાં 33 ટકા વન વિસ્તારની જરૂરિયાત સામે 15 ટકા વન વિસ્તાર સુધી આપણે પહોંચી શક્યા છે. તેમ જણાવી વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક એસ.મનીશ્વર રાજાએ ગુજરાતમાં પ્રતિ એક નાગરિક સામે છ વૃક્ષો છે, જેની સંખ્યામાં વધારા સાથે વન વિસ્તારના જતન સંવર્ધન માટે અનુરોધ કર્યો હતો. પર્યાવરણ જતનએ દરેક નાગરિકની ફરજ છે તેમ જણાવતા એક એક વૃક્ષ આજે એક એક વેન્ટીલેટરની ગરજ સારી રહ્યું છે તેમ ઉમેર્યું હતું.

ડાંગ જિલ્લાની સહભાગી વન વ્યવસ્થા સાથે સંકળાયેલી વન મંડળીઓમાં સભાસદોની નિયમિત બેઠકો, કાર્યક્રમો ઉપર ભાર મુક્ત ડાંગ કલેકટર એન.કે.ડામોરે તેમના પ્રાસંગિક ઉદ્ભોધનમાં વન વિસ્તાની ખાલી જમીનમાં મોટાપાયે વૃક્ષ વાવેતર થાય તેવા પ્રયાસોની હિમાયત કરી હતી.

ડાંગ જિલ્લાના 71માં વન મહોત્સવ કાર્યક્રમના પ્રારંભે શાબ્દિક સ્વાગત કરતા ઉત્તર ડાંગના નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જયારે કાર્યક્રમને અંતે દક્ષીણ ડાંગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીએ આભાર વિધિ આટોપી હતી. ઉદ્ઘોષક તરીકે આહવા (પુ)ના રેંજ ફોરેસ્ટ ઓફિસર રાહુલ પટેલ તથા વઘઈના બી.આર.સી. શૈલેષભાઈ માહલાએ સેવા આપી હતી.

કાર્યક્રમ દરમિયાન વન વિભાગની માલિકી યોજનાના લાભાર્થીઓને રૂપિયા 51 લાખ, 63 હજાર, 663 ના ચેકો પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. તો “વૃક્ષ રથ”ને પણ મહાનુભવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સનસેટ પોઈન્ટ ખાતે વન પ્રધાન વસાવા સહીતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ નિગમના ડીરેક્ટર બાબુરાવ ચૌર્યા સહીત, માજી ધારાસભ્યો સર્વ વિજયભાઈ પટેલ અને મંગળભાઈ ગાવિત, આહવા તાલુકા પંચાયત પ્રમુખ નરેશ ગવળી, આહવાના સરપંચ હરિરામ સાવંત જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, નિવાસી અધિક કલેકટર ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર કે.જિ.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત, જિલ્લા ક્ષય અધિકારી ડો.પોલ વસાવા, સામાજિક કાર્યકરો સર્વ રમેશભાઈ ચૌધરી, રાજેશભાઈ ગામીત, દશરથભાઈ પવાર, સુરેશભાઈ ચૌધરી, રમેશભાઈ ગાંગુર્ડે, ગીરીશભાઈ મોદી, સંકેતભાઈ બંગાળ સહિતના કાર્યકરો, વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહીત સંબંધિત વિભાગના અધિકારી, કર્મયોગીઓએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.