ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટાચૂંટણી: કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીત સાથે ETV BHARATની ખાસ વાતચીત

3 નવેમ્બરનાં રોજ વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. 2017માં ડાંગ બેઠક ઉપરથી ચૂંટાઈ આવેલા મંગળભાઈ ગાવીતે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. ત્યારે અહીં પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે. ડાંગ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીત સાથે ETV BHARATની ખાસ વાતચીત.

dang
પ્રતિષ્ઠાની પેટાચૂંટણી
author img

By

Published : Oct 24, 2020, 8:00 AM IST

  • ડાંગ જિલ્લો રહ્યો છે વર્ષોથી કોંગ્રેસનો ગઢ
  • ઇટીવી ભારતે કરી સૂર્યકાન્ત ગાવીત સાથે વાતચીત
  • નેટવર્કને કારણે બાળકોને નથી મળતું ઓનલાઈન શિક્ષણ

ડાંગ: ડાંગ જિલ્લો એ વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ બેઠક ઉપર ભાજપને ફક્ત એકવાર જીત મળી હતી. જ્યારે 2017માં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા મંગળભાઈ ગાવીત જેઓનાં રાજીનામાં બાદ આ બેઠક ખાલી પડી છે. ETV BHARAT સાથેની વાતચીતમાં સૂર્યકાન્ત ગાવીતે જણાવ્યું હતું કે, તેઓનો મુખ્ય મુદ્દો રોજગારી અને ડાંગમાં નેટવર્ક સમસ્યા અંગે છે. નેટવર્ક સમસ્યાઓને કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાઓ હોવાનાં કારણે લોકોને ઓનલાઈન પ્રક્રિયા માટે તાલુકાના કક્ષાનાં મુખ્ય મથકે આવવું પડે છે.

ડાંગ જિલ્લા 173 બેઠક ઉપર કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીત સાથે ETV ભારતની ખાસ વાતચીત

ધારાસભ્ય પદે ચૂંટાશે તો આદિવાસી લોકોને અપાવશે જમીનનાં મહેસૂલી હક્કો

રોજગારીના મુદ્દા અંગે સૂર્યકાન્ત ગાવીતે જણાવ્યું હતું કે, સ્થાનિક કક્ષાએ રોજગારી પ્રાપ્ત થાય તે માટે તેઓ સરકારને રજુઆત કરશે અને ડાંગ એ જંગલ વિસ્તાર હોવાના કારણે અહીં સ્થાનિક કક્ષાએ પ્રદૂષણ રહિત ઉદ્યોગ ચાલુ કરી શકાય તે માટે તેઓ પ્રયત્નો કરશે. વધુમાં તેઓ જણાવે છે કે, જો તેઓ ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યાં તો ડાંગ જિલ્લાનાં આદિવાસી લોકોને તેઓ જમીનનાં મહેસૂલી હક્કો અપાવશે.

સૂર્યકાન્ત ગાવીત 2002માં અપક્ષ ઉમેદવાર તરીકે રહી ચૂક્યા છે દાવેદાર

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સૂર્યકાન્ત ગાવીત હાલ ડાંગ કોંગ્રેસના મતદારો માટે નવો ચહેરો હોવાથી કોંગ્રેસ પાર્ટીમાં સૂર્યકાન્ત ગાવીતનાં લીધે ઘણી અટકળો ઉભી થઇ હતી. તેનાં લીધે કોંગ્રેસના કદાવર નેતા ચંદર ગાવીત નારાજ જણાઈ રહ્યા છે. જોકે, હવે બન્ને વચ્ચે મનમેળાપ થઈ જતાં તેઓ સાથે છે. સૂર્યકાન્ત ગાવીત 2002માં અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની દાવેદારી કરી ચુક્યા છે. જે બાદ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ પદે પણ સેવા આપી ચૂક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.