- ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતમાં બેઠક યોજાઈ
- ભાજપના કાર્યકતાઓ લોકોમાં જાગૃતિ ફેલાવશે
- ભાજપ પ્રભારીએ તમામ નેતાઓને સામાજિક કાર્ય કરવા અપીલ કરી
ડાંગ: જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપાનાં પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા સંગઠન પ્રભારી પ્રફુલભાઈ પાનસેરિયા તથા સીતાબેન નાયકની ઉપસ્થિતિમાં ડાંગ જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓની હાજરીમાં જિલ્લા સ્તરની બેઠક યોજવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ
લોકોમાં કોરોના અંગે ભાજપનાં કાર્યકતાઓ જાગૃતિ ફેલાવશે
ડાંગ જિલ્લામાં કોરોનાનાં સંક્રમણને કાબૂમાં લાવવા માટે સરકાર તેમજ પાર્ટી દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. હાલમાં ડાંગ જિલ્લાના આદિવાસી લોકોમાં સરકારી દવાખાનાઓમાં સારવારને લઈને અનેક શંકા કુશંકા ફેલાઈ રહી છે. આ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ દરમાં વધારો થાય છે. જેના કારણે ગામડાનુ આદિવાસી જનજીવન સરકારી દવાખાના છોડી ખાનગી દવાખાનાનો સહારો લઈ રહ્યા છે. જે લોકોમાં રહેલી શંકા દૂર કરવા માટે કાર્યકર્તાઓને આહ્વાન કર્યું હતુ.
પારંપરીક તમાશા દ્વારા કોરોના જાગૃતિ ફેલાવાનો નિર્ણય
ભાજપ કાર્યકતાઓ ગામડે ગામડે તમાશા પાર્ટીના આયોજન થકી કોરોના વેક્સીનેશન અંગે જાગૃતી લાવવા માટે અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારૂં બૂથ કોરોના મુક્ત બૂથ તથા ચૂંટાયેલા દરેક સરપંચોને સૂચન આપવામાં આવે કે ડાંગના 311 ગામોમાં દરેક ગામ વાઇઝ કમિટીની નિમણૂક કરવામાં આવે અને બીમાર વ્યક્તિઓની યાદી બનાવી તેમને સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ પણ વાંચોઃ વડોદરામાં ઑક્સિજન અંગે લઈને પ્રધાન યોગેશ પટેલે યોજી બેઠક
ભાજપ પ્રભારીએ તમામ નેતાઓને સામાજિક કાર્ય કરવા અપીલ કરી
ડાંગ જિલ્લાના ભાજપાના પ્રભારીએ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઘરે ઘર અભિયાન હાથ ધરી સામાજિક કાર્યમાં યોગદાન આપવા અપીલ કરી હતી. આ જિલ્લા સ્તરની બેઠકમાં ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત, આહવાના સરપંચ હરિરામભાઈ સાવંત અને જિલ્લા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.