ETV Bharat / state

આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો - જિલ્લાના મુખ્ય મથક આહવા

ડાંગઃ જિલ્લાના મુખ્ય મથક આહવા ડાંગ દરબાર હોલ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં નોકરીદાતા અને મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા.

આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો
author img

By

Published : Sep 27, 2019, 12:57 PM IST

જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી એ જણાવ્યું હતુ, કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં રોજગાર વાંચ્છુ યુવાન-યુવતિઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, વધુમાં વધુ યુવાન-યુવતીઓ પોતાના કૌશલ્યથી રોજગારી મેળવી શકે,

આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો
આહવા ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

ડાંગ કલેકટર એન.કે.ડામોરે ડાંગના યુવક-યુવતિઓને જણાવ્યું હતું, કે કંપનીઓની સાથે સાથે રોજગાર કચેરી દ્વારા યોજાતા લશ્કરી ભરતી મેળાની પણ તૈયારી કરવી જોઈએ. ડાંગના યુવાનો સક્ષમ અને મહેનતુ છે. તેઓને તક આપવી જોઇએ જેથી પોતાની કૌશલ્ય પ્રતિભા બહાર આવે. વધુમાં નોકરી દાતાઓને અનુરોધ કર્યો હતો, કે ભૌગોલિક પરિબળોને કારણે અહીંના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે તેવો પ્રયાસ હાથ ધરવો જોઈએ. દરેક રોજગાર વાંચ્છુઓએ સાથ અને સહકાર આપવો જોઈએ.

Intro:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (ડાંગ દરબાર હોલ) ખાતે તા.૨૬/૦૯/૨૦૧૯ ના રોજ જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી ના અધ્યક્ષ સ્થાને,જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોર,જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા સહિત નોકરીદાતાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો.Body:જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરી એ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં રોજગારવાંચ્છુ યુવાન-યુવતિઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ યુવાન-યુવતિઓ પોતાના કૌશલ્યથી રોજગારી મેળવી શકે તે માટે દરેકે પ્રયાસ કરી આર્થિક પગભર બનવુ જોઈએ.
ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરે ડાંગના યુવક-યુવતિઓને જણાવ્યું હતું કે કંપનીઓ ની સાથે સાથે રોજગાર કચેરી દ્વારા યોજાતા લશ્કરી ભરતી મેળાની પણ તૈયારી કરવી જોઈએ. ડાંગના યુવાનો સક્ષમ અને મહેનતુ છે. તેઓને તક આપવી જોઇએ જેથી પોતાની કૌશલ્ય પ્રતિભા બહાર આવે. વધમાં નોકરી દાતાઓને અનુરોધ કર્યો હતો કે ભૌગોલિક પરિબળોને કારણે અહીંના યુવાનોને વધુમાં વધુ રોજગારી મળે તેવો પ્રયાસ હાથ ધરવો જોઈએ. દરેક રોજગારવાંચ્છુઓએ સાથ અને સહકાર આપવો જોઈએ.
જિલ્લા રોજગાર અધિકારીશ્રી વિનોદભાઈ ભોયેએ સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે જિલ્લા રોજગાર કચેરી દ્વારા દર મહિને ખાનગી ક્ષેત્રના ઔઘોગિક ભરતી મેળો યોજાય છે. તેમજ દર ૩ મહિને જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાય છે. ધોરણ-૧૨ પાસ અને આઈ.ટી.આઈ.ના વિઘાર્થીઓને રોજગાર ઝડપથી મળે તે માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ તેમજ જિલ્લા રોજગાર કચેરી દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવે છે.
Conclusion:રોજગાર ભરતી મેળામાં મહાનુભાવોના હસ્તે રોજગારી નિમણૂંક પત્રો અર્પણ કરાયા હતા. ડાંગ જિલ્લાના કુલ ૫૩૦ ઉમેદવારો આ ભરતીમેળામાં ઉપસ્થિત રહ્યા હતા જે પૈકી ૧૬૩ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી થઇ હતી. નોકરી દાતાઓ હોટલ એસોસિએશન સાપુતારા,ગોલ્ડી ગ્રીન-સુરત,બાંસવાડા સિન્થેટીક-સુરત, વેલસ્પન-વાપી,વિવેકભાઇ, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ જશોદાબેન,રોજગાર કચેરી સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ડાંગના યુવક-યુવતિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા ર્ડા.હરેશ વરૂ અને આભારવિધિ રમીલાબેન પટેલે કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.