- ડાંગ જિલ્લાની વિવિધ શાખાઓ માટે આપત્તિ જોખમ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
- ડાંગ જિલ્લાનાં કલેક્ટર એન.કે ડામોરનાં માર્ગદર્શન હેઠળ યોજાયો કાર્યક્રમ
- દરેક વિભાગના 50 કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી
ડાંગ: વલસાડ જિલ્લાનાં આદર્શ મહિલા મંડળ દ્વારા કર્મચારીઓને આપત્તિ સમયે બચાવની કામગીરી માટે ટ્રેનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાનાં કલેક્ટર એન.કે ડામોરનાં માર્ગદર્શન હેઠળ આપત્તિ જોખમ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાનાં શિક્ષણ, આરોગ્ય, પંચાયતીરાજ તેમજ ગ્રામીણ વિકાસ એજન્સીઓનાં કર્મચારી અધિકારીઓને બે-બે દિવસ એમ કુલ દરેક વિભાગના 50 કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. કોરોનાં મહામારીનાં કારણે સોશિયલ ડિસ્ટનસિંગનાં પાલન સાથે આ તાલીમ યોજવામાં આવી હતી.
આપત્તિ સમયે શોધ અને બચાવની કામગીરી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો
આપત્તિ સત્તામંડળ ગાંધીનગર ગુજરાત રાજ્યનાં સહયોગથી આદર્શ મહિલા મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ આપત્તિ સમયે શોધ અને બચાવની કામગીરી કઈ રીતે કરવી તેમજ કોઈ પણ પ્રકારની ઘટનાં કે બનાવ બને ત્યારે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી જે અંગેની તાલીમ આપવામાં આવી હતી. સાથે ફાયર સેફટીનાં સાધનોનાં ઉપયોગ અંગે ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આપત્તિ જોખમ ઘટાડવા અંગે સમજણ આપવાનો
આ કાર્યક્રમનું સંચાલન ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર શાખાનાં અધિકારી ચિંતન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંગે ચિંતન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગના બનાવોને રોકવા માટે અધિકારી કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આગનો બનાબ બને ત્યારે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો અને શોધ અને બચાવની કામગીરી કઈ રીતે કરવી તે અંગે ખાસ તાલીમ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેનાથી ગુજરાતમાં આગનાં બનાવો નિવારી શકાય. આ કાર્યક્રમમાં અધિક કલેક્ટર ટી.કે.ડામોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ દરેક તાલુકાના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતાં.