આહવાઃ કોરોના વાઇરસ COVID 19ની મહામારીથી સમગ્ર શિક્ષણ જગત ઉપર અસર પડી છે. લોકડાઉનના કારણે સમાજજીવન સહિત શિક્ષણ ઉપર પણ અસર પડતા સમગ્ર વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હજુ પણ છેવાડાના લોકો સુધી પહોંચવા માટે ટેલીવિઝન પ્રસારણના માધ્યમથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો પ્રયાસ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં 8 જુનથી શરૂ થતા શૈક્ષણિક વર્ષ હાલની કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીર્ઓને શાળામાં બોલાવી શૈક્ષણિક કાર્ય કરાવી શકાય તેમ નથી. જેથી રાજ્ય કક્ષાએથી ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરેલ વિષય વસ્તુ આધારિત વીડિયો/ શૈક્ષણિક પાઠ ટી.વી.ના માધ્યમથી દુરદર્શન કેન્દ્ર- ડી.ડી.ગિરનાર પરથી પ્રસારિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
શાળાના શિક્ષકો દ્વારા વાલીઓ, જાગૃત નાગરિક તેમજ વિદ્યાર્થીઓને આ હોમ લર્નિંગ કાર્યક્રમની જાણકારી આપવા તથા માહિતગાર કરવા શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. વધુમાં કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 15/06/2020થી ધોરણ 3થી 8 અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ કાર્યક્રમ ટેલીવિઝન ઉપર પ્રસારિત કરાશે.
- ધોરણ- 3 સવારે 9:00થી 9:30 ગુજરાતી,
- ધોરણ-4, 9:30થી 10:00 ગુજરાતી,
- ધોરણ-5, 10થી 10:30 ગુજરાતી,
- ધોરણ-6 ગણિત અને અંગ્રેજી 10:30 થી 11:00,
- ધોરણ-7, 11:30થી 12:00 ગણિત અને અંગ્રેજી,
- ધોરણ-8 ,2:30 થી 3:00 વાગ્યા સુધી ગણિત અને અંગ્રેજી
- 15 જૂનથી 20 જૂનના રોજ સવારે 12:00થી 1:00 સુધી ધો.-10,વિજ્ઞાન અને 15 જૂનથી 22 જૂન બપોરે 3:00થી સાંજે 4:00 કલાકેધો-12, કેમેસ્ટ્રી વિષયનું શિક્ષણ અપાશે.
- 16 જૂને ધો.-3 અને 4, ગણિત, ધો.-5, હિન્દી, ધો.6, 7 અને 8 વિજ્ઞાન અને અંગ્રેજી વિષય પ્રસારિત થશે.
- 17 જૂને ધો.3,4 ઈવીએસ, ધો.5-ગણિત, ધો.6, 7, 8 ગણિત અને અંગ્રેજી,
- 18 જૂને ધો.3,4 ગુજરાતી, ધો.5-અંગ્રેજી અને ધો.6,7,8 વિજ્ઞાન અને અંગ્રેજી,
- 19 જુન ધો.3,4 ગણિત, ધો. ધો.5 ઈવીએસ અને ધો.6,7,8 ગણિત અને અંગ્રેજી
- 20 જુન ધો.3,4,5 આર્ટ એન્ડ ક્રાફ્ટ, અને ધો.6,7 અને 8 વિજ્ઞાન અને અંગ્રેજી,
- 21 જુન ધો.6 અહિંસા સત્યાગ્રહ, ધો.7 યુવાની સુધીની સફર, ધો.8 દાંડી કૂચ 21 જૂનથી 26 જુન સુધી ધો.9 વિજ્ઞાન
- 22 જુન ધો.3,4,5 ગુજરાતી અને ધો.6,7 અને 8 અંગ્રેજી અને ગણિત
- 23 જુન ધો.3,4 ગણિત, ધો.5 હિન્દી, ધો.૬ અને 7 વિજ્ઞાન અને વિજ્ઞાન,ધો.8 વિજ્ઞાન અને ગુજરાતી,
- 23 જુનથી 27 જુન ધો.11 કેમેસ્ટ્રી, 24 જુન ધો.3 અને 4 ઈવીએસ, ધો.5 ગણિત ધો.6,7 અને 8 સામાજીક વિજ્ઞાન અને હિન્દી,
- 25 જુને ધો.3 અને 4 ગુજરાતી, ધો.5 અંગ્રેજી,અને ધો.6,7 અને 8 અંગ્રેજી અને ગણિત,
- 26 જુને ધો.3 અને 4 ગણિત, ધો.5 ઈવીએસ, ધો.6 ગણિત અને વિજ્ઞાન, ધો.7 અને 8 વિજ્ઞાન અને વિજ્ઞાન,
- 27 જુને ધો.3,4 અને 5 આર્ટ એન્ડ ક્રાફ્ટ, ધો.6,7 અને 8 સામાજીક વિજ્ઞાન અને અંગ્રેજી, 27થી 30 જુન ધો.10 ગણિત
- 28 જુન તથા 29 જુન ધો.12 જીવવિજ્ઞાન તથા 30 જુને ભૌતિકશાસ્ત્ર પ્રસારિત થશે, 28 જુને ધો.6,7 અને 8 વાર્તા અને વૈદિક ગણિત,
- 29 જુન ધો.3,4 અને 5 ગુજરાતી, ધો.6 અંગ્રેજી અને ગણિત, ધો.7 અંગ્રેજી અને સામાજીક વિજ્ઞાન, ધો.8 અંગ્રેજી અને વિજ્ઞાન
- 30 જુન ના રોજ ધો.3 અને 4 ગણિત, ધો.5 હિન્દી, ધો.૬ અંગ્રેજી અને ગણિત, ધો.7 અંગ્રેજી અને સામાજીક વિજ્ઞાન, ધો.8 અંગ્રેજી અને વિજ્ઞાન પ્રસારિત થશે.