ETV Bharat / state

ડાંગ જિલ્લામાં બે તબક્કાનાં લોકડાઉનમાં જાહેરનામા ભંગના 782 કેસ નોંધાયા - ડાંગ કોરોના ન્યૂઝ

ડાંગ જિલ્લામાં બે તબક્કાનાં લોકડાઉન દરમિયાન લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ બદલ કુલ 782 કેસો નોંધાયા છે. જેમાં 898 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

dang lock down
ડાંગ જિલ્લામાં બે તબક્કાનાં લોકડાઉન દરમ્યાન જાહેરનામાનો ભંગ કરનાર કુલ 782 કેસ નોંધાયા
author img

By

Published : Apr 30, 2020, 4:54 PM IST

ડાંગ : વૈશ્વિક મહામારી કોરોના વાઈરસનાં સંક્રમણને નાથવા અને આ વાઈરસની સાંકળને તોડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને બે તબક્કામાં લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ આ લોકડાઉનનો ચુસ્તપણે અમલવારી થાય તે માટે કટિબદ્ધ બન્યું છે. લોકડાઉનનાં 29-04-2020 સુધીમાં જિલ્લામાં હવે 3 પોઝિટિવ કેસ સામે આવતા વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે.

ડાંગ જિલ્લામાં લોકો સોશ્યિલ ડિસ્ટનસિંગ રાખે,માસ્ક ફરજિયાત પહેરે તથા લોકડાઉનનું ચુસ્તનપણે પાલન કરે તે માટે તમામ તકેદારીઓ લેવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં બે તબક્કાનાં લોકડાઉન દરમ્યાન અત્યારસુધીમાં જાહેરનામાનો ભંગ કરનાર લોકો જેમાં IPC કલમ 188 અને CPG કલમ 135 મુજબ કુલ 782 કેસો નોંધાયા છે. જેમાં ડાંગ પોલીસ દ્વારા જિલ્લાભરમાં બિનજરૂરી રીતે રખડતા,માસ્ક પહેર્યા વગર ફરતા,કામ વગર આંટા ફેરા મારતા, સોશ્યિલ ડિસ્ટનસિંગ ન રાખતા 898 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મોટર વ્હીકલ એકટની કલમ 207 મુજબ જિલ્લામાં કુલ-97 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. જેમાં આહવા પોલીસ મથકનાં કર્મીઓએ-32, વઘઇ પોલીસ મથકનાં કર્મીઓએ- 22, સુબિર પોલીસ મથકનાં કર્મીઓએ-5,જ્યારે સાપુતારા પોલીસ મથકનાં કર્મીઓએ-38 વાહનોને ડિટેન કર્યા છે.

જિલ્લામાં લોકડાઉન દરમિયાન ગલકુંડ ગામનાં ઇટભટ્ટાનાં માલિકે મધ્યપ્રદેશનાં મજૂરોને તરછોડી મુકતા આ ઈટભટ્ટાનાં માલિક ઉપર IPC કલમ 269,270,271 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે ડાંગ એસ.પી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ લોકડાઉન દરમ્યાન આહવાનાં પી.એસ.આઈ. અને પી.આઈને સસ્પેન્ડ કરી બે ગુના દાખલ કરવામાં આવેલા છે.

ડાંગ જિલ્લાનાં પોલીસવડા શ્વેતા શ્રીમાળી,ડી.વાય.એસ.પી આર.ડી.કવા અને જે.આઈ.વસાવાનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.એમ.એલ.ડામોર, વઘઇ પી.એસ.આઈ એસ.જે.રાઠોડ,સુબિર પી.એસ.આઈ.બી.આર.રબારી,આહવા પી.એસ.આઈ.પી.એમ.જુડાલ તથા એલ.સી.બી.પી.એસ.આઈ.પી.એચ.મકવાણા તેમજ એલ.આઈ.બી દ્વારા જિલ્લાનાં ગામડાઓમાં લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.

ડાંગ જિલ્લામાં હાલની પરિસ્થિતિમાં 3 પોઝિટિવ કેસ સામે આવતા લોકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનાં ભંગ કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમ્યાન અન્ય જિલ્લા કે રાજ્યોમાંથી પ્રવેશ કરનાર લોકો સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં જિલ્લામાં નોંધાયેલા 3 કોરોના પોઝિટિવ નર્સ યુવતીઓ સહિત તેઓને જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવનાર ઈસમો સામે પણ ડાંગ પોલીસે ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.