ડાંગઃ જિલ્લા પંચાયતનાં સદસ્યોએ સર્વાનુમતે ડાંગ જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું વાર્ષિક અંદાજપત્ર(બજેટ)મંજૂર કર્યુ હતું. ડાંગ જિલ્લા પંચાયતનાં સભા ખંડમાં ગુરુવારે ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ બીબીબેન ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રજૂ કરાયેલા વાર્ષિક અંદાજપત્રમાં(બજેટ) કુલ રૂપિયા 315,90,29000/-ની રકમનું તેમજ સ્વભંડોળ સદરેથી કુલ-12,53,43000/-માંથી ખેતીવાડી ક્ષેત્રે-51,65000/- બાંધકામ ક્ષેત્રે 1,17,60000/- શિક્ષણ ક્ષેત્રે-52,51000/- સિંચાઈ ક્ષેત્રે-15,00000/- આરોગ્ય ક્ષેત્રે-7,84000/- પશુપાલન ક્ષેત્રે-4,70000/- રકમનું બજેટ જિલ્લા સદસ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયુ હતું.
ડાંગ જિલ્લા પંચાયતનાં સભાખંડમાં ડાંગ જિલ્લા પંચાયતનું વર્ષ 2020-21નું કુલ 347,51,72000/-રૂપિયાનું વાર્ષિક અંદાજપત્ર (બજેટ)ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ બીબીબેન ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણીયા, જિલ્લા હિસાબી અધિકારી આર.બી. ચૌધરી તથા જિલ્લા સદસ્યો તેમજ જિલ્લા પંચાયતનાં અધિકારીઓની ઉપસ્થિતમાં સર્વાનુમતે મંજૂર કરાયુ હતું.