ETV Bharat / state

ડાંગ જિલ્લામાં 'અનલૉક-2' ની અમલવારી સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ થયું

author img

By

Published : Jul 3, 2020, 4:25 PM IST

કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-2 ની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

ડાંગ જિલ્લામાં 'અનલોક-2' ની અમલવારી સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ થયું

ડાંગ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશાનુસાર સમગ્ર દેશના કન્ટેનમેન્ટ ઝોનમાં 31 જુલાઇ સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે ડાંગ જિલ્લામાં કોવીડ-19 ના ઝડપી સંક્રમણને અટકાવવા ડાંગ જિલ્લાના વિસ્તારોમાં અમુક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે અંગેનું જાહેરનામું ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ એન કે ડામોર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

જે મુજબ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકત્રિત થવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. જિલ્લાના હદ વિસ્તારમાં રાત્રીના 10 કલાકથી સવારના 5 કલાક સુધી આવશ્યક પ્રવૃતિ સિવાયની તમામ પ્રવૃતિઓ માટે વ્યક્તિઓની અવરજવર સખ્તાઈપૂર્વક બંધ રહેશે.

પરંતુ આ સમયગાળા દરમિયાન શિફ્ટમાં ચાલતા ઔદ્યોગિક એકમોનું સંચાલન, મુસાફરો અને માલની રાષ્ટ્રીય અને રાજ્યના ધોરીમાર્ગો પર અવરજવર, કાર્ગોનું લોડીંગ અને અનલોડીંગ, બસ, ટ્રેન અને વિમાન દ્વારા મુસાફરી કરીને આવેલા વ્યક્તિઓની અવરજવર થઇ શકશે.

કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સવારના 7 કલાકથી રાત્રીના 7 કલાક સુધી ફક્ત આવશ્યક સેવાઓની જ છૂટ રહેશે. આર્થિક પ્રવૃતિઓ રાત્રીના 8 કલાક સુધી તથા રેસ્ટોરન્ટ રાત્રીના 9 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે.

કામદારો/ કર્મચારીઓ/ દુકાન માલિકો કે જેમના રહેઠાણ કન્ટેનમેન્ટ/માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ છે, તેઓ ઝોન છોડી બહાર જઈ શકશે નહીં. GSRTC ની બસ સેવાઓ કાર્યરત રહી શકશે. ખાનગી બસ સેવાઓ 60 ટકા બેઠક ક્ષમતાના પાલન સાથે ચાલુ રાખી શકાશે.

રમતગમત સંકુલ અને સ્ટેડીયમ ચાલુ રાખી શકાશે. કાર્યક્રમના પ્રસારણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહી. પરંતુ પ્રેક્ષકો અને જનમેદની એકઠી થવા પર પ્રતિબંધ રહેશે.

તમામ શાળા, કોલેજો, શૈક્ષણિક/તાલીમ/કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે. તેમ છતાં વહીવટી કચેરીઓ ચાલુ રાખી શકાશે. ઓનલાઇન/દૂરવર્તી શિક્ષણ ચાલુ રાખી શકાશે, અને તેને પ્રોત્સાહિત કરવાનું રહેશે.

તમામ સિનેમાગૃહો, વ્યાયામશાળાઓ, સ્વીમિંગ પુલ, મનોરંજન પાર્ક, જાહેર બગીચાઓ, નાટ્યગૃહો, સભાગૃહો, સભાખંડો તથા વધુ વ્યક્તિઓ ભેગા થવાની શક્યતાવાળા સ્થળો બંધ રહેશે. તમામ સામાજિક/ રાજકીય/ રમતગમત/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક સભારંભો/ અન્ય સંમેલનો અને મોટી સંખ્યામાં જન સમુદાયના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.

લગ્ન સમારંભોમાં સોશીયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, અને આવા પ્રસંગોમાં 50 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. અંતિમવિધિમાં સોશીયલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે, અને આવા પ્રસંગોમાં 20 કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં.

હોટેલ અને અન્ય આતિથ્ય સેવાઓ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ્સ નિયમો મુજબ ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિક સ્થળો સોશીયલ ડીસ્ટન્સીંગના પાલન સાથે તેમજ ચાલુ રાખી શકાશે. સ્થાનિક સંસ્થા દ્વારા નક્કી કરેલ વિસ્તારોમાં શહેરી વિક્રેતાઓ કામગીરી ચાલુ રાખી શકશે.

તેવી જ રીતે ગ્રંથાલયો બેઠક વ્યવસ્થાની ક્ષમતાના 60% સંખ્યા સાથે ચાલુ રાખી શકાશે. ઓટો રીક્ષાની સેવા ડ્રાઈવર સિવાય ફક્ત 2 મુસાફર સાથે ચાલુ રાખી શકાશે. કેબ અને ટેક્ષીની સેવા, ખાનગી કારમાં ડ્રાઈવર સિવાય ફક્ત 2 મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. જો બેઠક ક્ષમતા 6 કે તેથી વધુ હોય તો ડ્રાઈવર સિવાય 3 મુસાફર સાથે મુસાફરી કરી શકાશે. દ્વિચક્રીય વાહનો ડ્રાઈવર સિવાય એક મુસાફર સાથે અવરજવર કરી શકશે. ખાનગી કચેરીઓ કાર્યરત રહી શકશે. પરંતુ “વર્ક ફ્રોમ હોમ” ને પ્રોત્સાહન આપવાનું રહેશે.

બેંકો સોશીયલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે, સરકારી કચેરીઓ સોશીયલ ડીસ્ટન્સીંગના પાલન સાથે કાર્યરત રહી શકશે. આંતરરાજ્ય અને રાજ્યની અંદર વ્યક્તિઓ અને માલ-સામાનની અવર-જવર કોઇ પણ નિયંત્રણ વિના કરી શકાશે. આ માટે અલગથી પરવાનગી લેવાની રહેશે નહીં. 65 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિ, સગર્ભા મહિલાઓ અને 10 વર્ષથી નાની ઉંમરના બાળકોએ અત્યંત જરૂરી ન હોય કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા ન હોય, તો ઘરે જ રહેવાનું રહેશે.

જિલ્લામાં તમામ જાહેર સ્થળો અને કાર્યસ્થળોએ તેમજ મુસાફરી દરમ્યાન તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે અથવા પોતાના મોં અને નાકના ભાગને રૂમાલથી ઢાંકવાના રહેશે. માસ્ક નહીં પહેરનાર પાસેથી પોલીસ વિભાગ તથા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા મુજબ રૂ.200 નો દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત જાહેરમાં થૂંકનાર પાસેથી પણ 200 રૂ. નો દંડ વસૂલવામાં આવશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારની તાલીમ સંસ્થાઓ 15 જુલાઇથી ચાલુ રાખી શકાશે. ઓફિસ તથા કામના સ્થળો પર સલામતીની ખાત્રી માટે, તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરી શકાય એવા મોબાઈલ ફોન હોય તે તમામ આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવાની રહેશે.

જિલ્લાના તમામ નાગરિકોને પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ઈન્સ્ટોલ કરવા અને નિયમિતપણે તેમના સ્વાસ્થ્ય અંગે એપમાં અપડેશન કરવા સૂચન કરવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્યનું જોખમ ધરાવતા વ્યક્તિઓ પ્રત્યે સમયસર તબીબી ધ્યાન આપવા અંગે સરળતા રહેશે.

તેવી જ રીતે તમામ વ્યક્તિઓએ એકબીજાથી ઓછામાં ઓછુ 6 ફુટ અંતર (દો ગજ કી દુરી) જળવાય તે મુજબ સોશીયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવાનું રહેશે. ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાય તે દુકાનદારોએ સુનિશ્વિત કરવાનું રહેશે. જાહેર સ્થળોએ પાન, ગુટકા, તમાકુનું સેવન પ્રતિબંધિત રહેશે. કાર્યસ્થળોએ શક્ય હોય ત્યાં સુધી ‘વર્ક ફ્રોમ હોમ’ સિધ્ધાંતને અનુસરવાનો રહેશે.

કચેરીઓ, કાર્યસ્થળો, દુકાનો, માર્કેટ્સ(બજારો) અને ઔદ્યોગિક અને વાણીજ્ય એકમોમાં કામ/ વ્યવસાયના કલાકો અલગ અલગ રાખવાના રહેશે. તમામ કાર્યસ્થળોએ એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટસ અને કોમન એરીયામાં થર્મલ સ્ક્રીનીંગ, હેન્ડ વોશ અને સેનીટાઈઝરની જોગવાઈ કરવાની રહેશે.સંપૂર્ણ કાર્યસ્થળ, સામાન્ય ઉપયોગિતાની જગ્યાઓ તથા લોકોના સંપર્કમાં આવતા તમામ પોઈન્ટ્સ જેવા કે ડોર હેન્ડલ વિગેરેની બે શિફ્ટ વચ્ચેના સમયગાળા દરમિયાન તથા તે ઉપરાંત વારંવાર સેનીટાઈઝ કરવાના રહેશે. કાર્યસ્થળના પ્રભારી એવા તમામ વ્યક્તિઓએ કામના સ્થળ પર કામદારો વચ્ચે યોગ્ય અંતર, બે શિફ્ટ વચ્ચે સમયનું યોગ્ય અંતર અને કર્મચારીગણના ભોજન માટે અલગ અલગ સમયની ગોઠવણ કરવાની રહેશે.

કેન્દ્રિય ગૃહ મંત્રાલયના વખતો-વખતના હુકમથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓ આખરી રહેશે, અને તમામે ચુસ્ત રીતે અમલ કરવાનો રહેશે.

જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર કવોરેન્ટાઈન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે જિલ્લાના કવોરેન્ટાઈન વોર્ડમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આવશ્યક સેવાઓ માટે કામ કરતા વ્યક્તિઓને અધિકૃત અધિકારીશ્રી દ્વારા પાસ ઈસ્યુ કરવામાં આવેલ છે તેવા વ્યક્તિઓને આ હુકમ લાગુ પડશે નહીં.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – 188 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.