ETV Bharat / state

ડાંગ જિલ્લા કોંગ્રેસે સમિતી દ્વારા રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિત્તે કોરોના વોરિયરર્સનું કરાયું સન્માન - ડાંગ કોરોનાની સંખ્યા

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિત્તે આહવા અને શામગહાન CHCનાં કોરોના વોરિયર્સ એવા ડૉકટરો અને સ્ટાફને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતું.

ડાંગ જિલ્લા કોંગ્રેસે સમિતી દ્વારા રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિત્તે કોરોના વોરીયરર્સનું સન્માન

author img

By

Published : Jun 19, 2020, 9:30 PM IST

ડાંગઃ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા નેતા રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિત્તે આહવા અને શામગહાનનાં કોરોના વોરિયર્સ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા.

કોંગ્રેસ પાર્ટીનાં નેતા રાહુલ ગાંધીનાં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતીનાં પ્રમુખ સહીત અન્ય આગેવાનોએ શામગહાન CHCનાં કોરોના વોરીયરર્સ એવા ડૉકટરો અને સ્ટાફને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું હતુ, ડાંગ જિલ્લામાં કુલ 5 કોરોના પોઝિટિવ દર્દીઓનાં કેસ સામે આવ્યા હતા.

જે હવે સાજા થઇ જતા ડાંગ જિલ્લો કોરોના મુક્ત બન્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે ડાંગની આહવા સિવિલ હોસ્પિટલ સહીત દરેક CHC ખાતે કોવિડ કેર આઇશોલેસન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં શામગહાન CHC ખાતેનાં કોવિડ કેર સેન્ટરમાં પણ બે દર્દીઓને સારવાર હેઠળ લાવવામાં આવ્યા હતા, આ દરમિયાન શામગહાન CHCનાં ડોક્ટરો સહિત સ્ટાફ દ્વારા આ દર્દીઓની વ્યવસ્થિત રીતે સારવાર કરવામાં આવી હતી.

કોરોના મહામારી વચ્ચે દર્દીઓની યોગ્ય સારસંભાળ કરી પોતાની ફરજ નિભાવવા બદલ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી સહિત કોંગ્રેસી આગેવાનોએ શામગહાન CHCનાં કોરોના વોરિયર્સ કર્મચારીઓનું સન્માન કર્યું હતુ, કોરોના વોરિયર્સ તરીકે શામગહાન CHCનાં અધિક્ષક ડૉ મિલન પટેલ, ડૉ મિહિર ટંડેલ, ડૉ પ્રભુદાસ પવાર, ડૉ ચિંતન ધાકરા સ્ટાફ નર્સ, વોડ બોય સહિત તમામ કર્મચારીને પુષ્પગુચ્છ આપી સન્માન કરાવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, તાલુકા પંચાયત વઘઇનાં માજી પ્રમુખ લલિતાબેન ગાવીત, તાલુકા સદસ્ય દેવરામભાઈ ગાયકવાડ સહીત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં ડાંગ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ લતાબેન ભોયે સહિત આગેવાનોએ ડાંગ જિલ્લાનાં સિવિલ હોસ્પિટલ આહવા ખાતે ફરજ બજાવતા ડોક્ટરો સહિત સ્ટાફને તેમજ આહવા પોલીસ મથકનાં P.S.I.પી.એમ.જુડાલ સહિત પોલીસ કર્મીઓને વોરીયર્સનું બિરૂદ આપી તેઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.