ETV Bharat / state

Dang Darbar Fair 2023 : આદિવાસીઓનો ગૌરવનું પ્રતિક મેળાને લઈને ડાંગ દરબાર 2023નું આયોજન

author img

By

Published : Feb 2, 2023, 1:13 PM IST

ડાંગ જિલ્લામાં આદિવાસીઓના ગૌરવનું પ્રતિક મેળાને લઈને તૈયારીની શરૂઆત થઈ ગઈ છે. જેને લઈને કલેક્ટર કચેરી સભાખંડમા ડાંગ દરબાર 2023ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. (Dang Darbar Fair 2023)

Dang Darbar Fair 2023 : આદિવાસીઓનો ગૌરવનું પ્રતિક મેળાને લઈને ડાંગ દરબાર 2023નું આયોજન
Dang Darbar Fair 2023 : આદિવાસીઓનો ગૌરવનું પ્રતિક મેળાને લઈને ડાંગ દરબાર 2023નું આયોજન
કલેક્ટર કચેરીએ ડાંગ દરબાર મેળો 2023ના આયોજન લઈને બેઠક

ડાંગ : ડાંગના પરંપરાગત ભાતીગળ લોકમેળા ડાંગ દરબાર 2023ના મેળા તૈયારીની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા કલેક્ટર ધર્મેદ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામાં કચેરીમાં ડાંગ દરબાર 2023ના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામાં આવે છે. ડાંગ દરબારનુ ઉદ્ધાટન રાજ્યપાલના હસ્તે કરવામા આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓનુ સન્માન કરવામા આવે છે.

મેળો આદિવાસીઓના ગૌરવનું પ્રતિક : ચાલુ વર્ષે ડાંગ દરબાર યોજવા અંગે તંત્ર દ્વારા આયોજનની બેઠક બોલાવામાં આવી હતી. જેમા સંભવિત તારીખ 2થી 6 માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજવાનુ નક્કી કરવામા આવ્યુ હતું. આદિવાસિ વિસ્તારમાં આ મેળાનું સૌથી વધુ મહત્ત્વ છે. ડાંગ દરબારની શરૂઆતમાં કલકેટર કચેરી તરફથી પાંચ રાજા અને નવ નાયકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ રાજા સાથે વહીવટી અધિકારીઓએ અને આગેવાનોએ દરબારની શુભેચ્છા પાઠવી હતી. મેળો આદિવાસીઓના ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે.

આ પણ વાંચો : Kumbh Mela : આઈ શ્રી ખોડીયારના આંગણે મીની કુંભ મેળાને લઈને તડામાર તૈયારીઓ

રાજવીઓની ભવ્ય શોભાયાત્રા : દર વર્ષે યોજાતા આ મેળામાં પરંપરા મુજબ કલકેટર, ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખનું સાફો પહેરાવી તીર કામઠા આપી બહુમાન કરે છે. રાજવીઓને સાલિયાણા અર્પણ કરવાના ઐતિહાસિક કાર્યક્રમ પૂર્વે જિલ્લા સેવા સદનથી રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કાઠવામાં આવે છે. રાજ્યના રાજ્યપાલની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે આહવાના રંગ ઉપવનમાં મહાનુભાવોના હસ્તે ડાંગ દરબારના ભાતિગળ લોકમેળાનું ઉદ્દઘાટન કરવામાં આવે છે. શરૂ થતો ડાંગ દરબાર મેળો આગામી 6માર્ચ સુધી ચાલશે. આ મેળામાં મોટી સંખ્યામાં આદિવાસીઓ આવતા હોય છે.

આ પણ વાંચો : Employment fair : રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગમાં 71 હજાર કર્મચારીઓને નિમણૂક પત્ર

બેઠકમાં કોણ કોણ હાજર રહ્યું : જિલ્લા કલેક્ટર કચેરી સભાખંડમા યોજાયેલી બેઠકમાં નાયબ દંડક વિજય પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત, અધિક નિવાસી કલેક્ટર પી.એ.ગાવીત, પ્રાંત અધિકારી એસ.ચૌહાણ, રાજવી કિરણસિંગ યશવંતરાવ ગાઢવી, તપતરાવ આનંદરાવ દહેર, છત્રસિંહ ભવરસિંહ લીંગા, ધનરાજસિંહ ચંદ્રસિંહ વાસુર્ણા, ત્રીકમરાવ સાહેબરાવ પીંપરી, તેમજ આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદ, ઉપ સરપંચ હરિરામ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.