ETV Bharat / state

કોરોના મુક્ત ડાંગ જિલ્લામાં કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા

author img

By

Published : Jul 4, 2020, 10:39 PM IST

ડાંગના આહવા જિલ્લા સેવાસદન ખાતે કોરોના વોરિયર્સ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારાનું વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા તેમજ વલસાડના સાંસદ કે.સી. પટેલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વોરિયર્સ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ETV bharat
ડાંગ : કોરોનાં મુક્ત બનેલા જિલ્લામાં કોરોનાં વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા.

ડાંગ: લોકડાઉન દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ તાલુકા પંચાયત આહવા, વઘઈ, સુબીર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ખેતીવાડી, સમાજ સુરક્ષા વનવિભાગ પુરવઠા વિભાગ મહેસુલ વિભાગ આયુર્વેદિક હોસ્પિટલ ફાયર વિભાગ કુલ 52 વિભાગોને પ્રધાન ગણપતભાઈ વસાવા, સાંસદ કે. સી. પટેલ, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, જિલ્લા કલેકટર એન.કે. ડામોર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. વઢવાણીયા, પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળી તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓને કોરોના વોરિયર્સ પ્રમાણપત્ર તેમજ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ આરોગ્ય વિભાગ દ્વારા લીલીઝંડી આપીને પ્રધાન તેમજ સાંસદ કે.સી.પટેલ, જિલ્લા કલેકટર એન.કે. ડામોર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ દ્વારા ધનવંતરી વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.