ETV Bharat / state

ડાંગ જિલ્લામાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા - ડાંગ કોરોના અપડેટ

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામા ફરી કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ડાંગ જિલ્લામાં કોરોનાના છેલ્લા દર્દીને 28 જાન્યુઆરી 2021એ રજા આપવામા આવી હતી. ત્યાર બાદ આશરે સવા મહિના પછી ફરી એકવાર ડાંગમા કોરોનાના કેસો સામે આવ્યા છે.

ડાંગ જિલ્લામાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા

author img

By

Published : Mar 6, 2021, 12:20 PM IST

  • ડાંગમા નોંધાયા કોરોનાના નવા 4 પોઝિટિવ કેસ
  • આ અગાઉ ડાંગ થયો હતો કોરોના મુક્ત
  • સવા મહિના બાદ નોંધાયા કેસ

ડાંગઃ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે એક 58 વર્ષીય પુરુષ સહિત 36, 31, અને 25 વર્ષીય યુવકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગે ત્વરિત દોડતું થયું છે.

ડાંગ જિલ્લામાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા

4 નવા કેસ સાથે ડાંગ જિલ્લામા કોવિડ-19ના કુલ 165 કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જે પૈકી 161માં દર્દીને આ અગાઉ જ ગત 28 જાન્યુઆરી 2021ના દિવસે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. ત્યાર બાદ આજની તારીખે જિલ્લામા 04 એક્ટિવ કેસ નોંધાયા છે.

ડાંગ જિલ્લામાં અત્યાર સુધી 34,768 લોકોનો કોરોના ટેસ્ટ

ડૉ.ડી.સી.ગામીતના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લામાંથી આજદિન સુધી આરોગ્ય વિભાગ દ્વારા 34,768 સેમ્પલ લેવામા આવ્યા છે. જે પૈકી આજે લેવાયેલા 88 એન્ટીજન ટેસ્ટમાંથી 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ અગાઉ ડાંગ જિલ્લામા 6,455 જેટલી વ્યક્તિઓને જે તે સમયે ક્વોરોન્ટાઈન કરવામાં આવી હતી. જેમનો ક્વોરોન્ટાઈન પિરીયડ પૂર્ણ થઇ ગયો છે.

આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ: 3 નવા પોઝિટિવ કેસ સાથે કુલ આંક 54

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.