- સતત બીજા દિવસે એકપણ નવો કેસ નહીં
- બુધવારના રોજ 4 દર્દીઓને રજા અપાઈ
- જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5 પર પહોંચી
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર, અત્યાર સુધી જિલ્લામાં કુલ 685 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જે પૈકી 680 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 5 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. એક્ટિવ કેસ પૈકી 1 દર્દી આહવાની સિવિલ હોસ્પિટલમાં અને 4 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.
જિલ્લામાં 195 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન, 16 કન્ટેનમેન્ટ ઝોન
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 195 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 11,189 વ્યક્તિઓના હોમ ક્વોરન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં હાલ કુલ 16 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 63 ઘરોને આવરી લઈને 256 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 15 બફર ઝોન (એક્ટિવ)માં 115 ઘરોને સાંકળી લઈને 451 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
જિલ્લામાં બુધવારે 168 સેમ્પલ લેવામાં આવ્યા
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો બુધવારે જિલ્લામાંથી 106 RT PCR અને 62 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 168 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 106 RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચૂક્યાં છે.