ETV Bharat / state

Dang News : પહાડી વિસ્તારમાં તમતમતા મરચાનો પાક લહેરાવ્યો ખેડૂતે, આવક કેટલી જૂઓ - જૂન્નેર ગામમાં મરચાનું વાવેતર

ડાંગના જુન્નેર ગામના ખેડૂતે પોતાના ખેતરમાં તીખા તમતમતા મરચાનો પાક લહેરાવ્યો છે. આ ખેડૂતે રક્ષિત ખેતી પધ્ધતિ અને હાઇબ્રીડ શાકભાજીનું વાવેતર કર્યું છે. પોતાની જમીનમાં બાગાયતી પાકનું વાવેતર કરી હાલ પુષ્કળ આવક પણ મેળવી રહ્યા છે.

Dang News : પહાડી વિસ્તારમાં તમતમતા મરચાનો પાક લહેરાવ્યો ખેડૂતે, આવક કેટલી જૂઓ

author img

By

Published : Mar 20, 2023, 3:08 PM IST

હાઇબ્રીડ શાકભાજીના વાવેતરની નવતર પહેલ કરતા જૂન્નેરના ખેડૂત

ડાંગ : જિલ્લાના સુબીર તાલુકાના પૂર્વપટ્ટીના ખેડુતે નવતર પ્રયોગ અજમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ડાંગના દુર્ગમ પહાડી વિસ્તારના ગામોમાં પરંપરાગત ડાંગર, ચણા, મસૂર જેવી ખેતી જોવા મળતી હોય છે, ત્યારે જૂન્નેર ગામના પ્રગતિશીલ ખેડૂત અરવિંદ ચૌધરીએ રક્ષિત ખેત પધ્ધતિ અને હાઇબ્રીડ શાકભાજીનું વાવેતર કર્યું છે. અરવિંદ ચૌધરીએ ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ તેમના ખેતરમાં વિકસાવી અને બાગાયતી પાકના વાવેતરની ઈચ્છા વ્યક્ત કરી છે.

પહાડી વિસ્તારમાં ખેતી
પહાડી વિસ્તારમાં ખેતી

શેનું કર્યું હતું વાવેતર : ચૌધરીએ પોતાના સ્વપ્ન સાકાર કરવા માટે વઘઇ તાલુકાના બાગાયતી પાક લેતા ખેડૂતની મુલાકાત લીધી હતી. તેમજ આહવાની બાગાયત કચેરીની પણ મુલાકાત લીધી હતી. જ્યાંથી તેમને બાગાયત વિભાગની પ્લાસ્ટીક આવરણ, હાઇબ્રીડ શાકભાજી બિયારણ જેવી યોજનાઓ, સબસીડી વગેરેની જાણકારી મળી હતી. ત્યારબાદ ચૌધરીએ ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી. તેમને પ્લાસ્ટિક આવરણ સાથે હાઇબ્રીડ શાકભાજી બિયારણની મંજૂરી મેળવીને પોતાના ખેતરમાં મરચાના છોડનું વાવેતર કર્યું હતું.

તીખા તમતમતા મરચાનું વાવેતર
તીખા તમતમતા મરચાનું વાવેતર

મરચા લહેરાતા આવક સારી : જોતજોતામાં ખેતરમાં લીલા તીખા તમતમતા મરચાનો પાક લહેરાવા લાગ્યો હતો. આ દરમિયાન તેમણે બાગાયત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ 14 લણી લણી પણ લીધી હતી. એક લેણીમાં 1.5 ટનના હિસાબે અરવિંદ ચૌધરીએ 21 ટન મરચાનો પાક ખડકી દીધો હતો. જેના રૂપિયા 3000 સરેરાશ ભાવ મળતા, આ ખેડૂતે મરચા વેચીને રૂપિયા 6,30,000 હજારની આવક મેળવી હતી.

ખેડૂતની મહા મહેનત
ખેડૂતની મહા મહેનત

આ પણ વાંચો : Gir Somnath News : ધીરજના ફળ મીઠા, 17 વર્ષ બાદ મળી સફળતા, ખેડૂતે કેરીની વચ્ચે કર્યું કાજુનું વાવેતર

કેટલી જાવક સામે કેટલો નફો : આ સમગ્ર પાકને લઈને અરવિંદ ચૌધરી જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક આવરણ પાછળ રૂપિયા 64,000, બિયારણના રૂપિયા 22000, મજુરીના 1,05,000, વાહન ખર્ચના રૂપિયા 60,000 અને છાણીયું ખાતર તેમજ અન્ય ખર્ચ રૂપિયા 70,000 મળી કુલ રૂપિયા 3,21,000ના ખર્ચે મરચાની ખેતી કરી હતી. તેમને રૂપિયા 6,30,000ની આવક અપાવતા, કુલ રૂપિયા 3,09,000નો ચોખ્ખો નફો મેળવ્યો છે.

આ પણ વાંચો : બનાસકાંઠાના ખેડૂતો બેહાલ, 15 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં

40 ગુંઠા જમીનમાં વાવેતર : પ્લાસ્ટિક આવરણને કારણે નિંદામણ ખર્ચમાં ઘટાડો થયો છે. તેમ જણાવતા જૂન્નેરના આ ખેડૂતે ઓછા પાણીએ વધુ ઉત્પાદન સાથે, પાક ઉત્પાદનમાં પણ 30 ટકાથી 40 ટકા જેટલો વધારો થયો છે તેમ કહ્યું હતું. પોતાની 40 ગુંઠા જેટલી જમીનમાં ડાંગર, કઠોળ અને હવે શાકભાજીના ઉત્પાદન કરતા આ પ્રગતિશીલ ખેડૂત બીજુરપાડાની FPO માં પણ સક્રિય સેવા આપી રહ્યા છે. જેમાં 500થી વધુ ખેડૂતો જોડાયેલા છે. બાગાયતી ખેતી અપનાવી સમૃદ્ધિનો માર્ગ અપનાવવો અનુરોધ કરતા બાગાયત વિભાગે, પ્લાસ્ટિક આવરણ સાથેની શાકભાજીની ખેતી સમુહમાં કરવામાં આવે તો હજુ વધુ આવક મેળવી શકાય છે, તેમ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.