પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા એસ.પી.શ્વેતા શ્રીમાળી તથા નાયબ પોલીસ અધિક્ષક આર.ડી.કવાની સૂચનાના આધારે ડાંગ જિલ્લા એલ.સી.બી.પી.એસ.આઈ. પી.એચ.મકવાણા તથા હે.કો.રણજીત યુ.પવારની ટીમે નાસતાફરતાં આરોપીઓને પકડવાની ડ્રાઈવ હાથ ધરી હતી,
આ ડ્રાઈવ અંતર્ગત બાતમીના આધારે ડાંગ એલ.સી.બી પી.એસ.આઈ.તથા પોલીસની ટીમે સોમવારે વઘઇ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના. રજી.ન.19/2019 પ્રાણી ક્રૂરતા અધિનીયમ 1960ની કલમ (11)(ડી)(ઈ) તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા 2017ની કલમ-6 ક(1)8(4) તથા મોટર એક્ટ સુધારો એમ.વી.એક્ટ કલમ.ન.125(ઈ)તથા ઈ. પી.કો કલમ 427 મુજબનો નાસતા ફરતા આરોપી પ્રકાશભાઈ બુધ્યાભાઈ પવાર.રહેવાસી ગોળષ્ઠાનેે મુખ્યમથક આહવાનાં ડાંગ સેવા મંડળ ખાતેથી ઝડપી પાડયો હતો.