- જિલ્લામા 13,597 લોકોને કોરોના રસી આપવામાં આવી
- નાંદનપેડાના સિનિયર સિટીઝનોએ રસી લીધી
- લોકોને રસી લેવા માટે કરાયો અનુરોધ
ડાંગઃ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 13,597 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. જિલ્લાના આહવા તાલુકાના નાંદનપેડા ગામે આરોગ્ય કર્મચારીઓએ ઘરે ઘરે જઈને ગ્રામજનોને રસી લેવા માટે સમજ આપવાનુ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન ગામના વરિષ્ઠ નાગરિકોએ વિના સંકોચે રસી લઈને ગ્રામજનોને પ્રેરણા પૂરી પાડી છે.
![ડાંગ જિલ્લામા 13,597 લોકોને અપાઈ કોરોના રસી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-health-vis-gj10029_25032021161328_2503f_1616669008_688.jpg)
રસીકરણની કામગીરીની વિગતો અપાઈ
મહાલપાડા સબ સેન્ટરમા 60 વર્ષથી વધુ ઉમરના 287 લોકો, તેમજ 45થી વધુ ઉમરના 354 જેટલા લક્ષિત વરિષ્ઠ નાગરિકો નોંધાયા છે. MPHW અરવિંદ બારૈયાએ ગ્રામ્ય વિસ્તારમા ઘરે ઘરે સુધી હાથ ધરાયેલી રસીકરણની કામગીરીની વિગતો આપી હતી. જિલ્લામા વધુમાં વધુ નાગરિકો રસી મુકાવે તે માટે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહના માર્ગદર્શન હેઠળ ઝુંબેશરૂપ કામગીરી ચાલી રહી છે તેમ જણાવતા બારૈયાએ આ રસીની કોઈ પણ જાતની આડઅસર ન હોઈ, નાંદનપેડાના તમામ ગ્રામજનોને રસી લેવા માટે સમજ આપી હતી. નાંદનપેડાના 85 વર્ષિય વડીલ ગણપતભાઈ આહિરે જણાવ્યું કે, આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈને રસી આપવામા આવી રહી છે તે ખુબ જ પવિત્ર કાર્ય છે. સરકાર અને આરોગ્ય વિભાગના કર્મયોગીઓની મહેનત એડે ન જવા દઈએ જેથી તમામ લોકો રસી લે તેવી અપીલ કરી હતી.
![લોકોને રસી લેવા માટે કરાયો અનુરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-health-vis-gj10029_25032021161328_2503f_1616669008_360.jpg)
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં સિનિયર સિટીઝન સહિત 1.5 લાખ લોકોએ કોરોના વેક્સિન લીધી
ગાઢવી PHCના કાર્યક્ષેત્ર હેઠળના 31 ગામમા રસીકરણની કામગીરી ચાલું
RBSK ટીમના MO ડૉ. દિવ્યાંગ નીનામાના જણાવ્યાં અનુસાર ગાઢવી PHCના કાર્યક્ષેત્ર હેઠળના 31 ગામમા રસીકરણની કામગીરી ચાલી રહી છે. જેમા લક્ષિત લાભાર્થીઓને રસીકરણની જાણકારી સાથે સમજુતી પૂરી પાડીને તેમના મનમા રહેલી ગેરમાન્યતાઓને દુર કરવામા આવી રહી છે. નાંદનપેડા સહિત આસપાસના ગામોમા ચાલી રહેલી આ કામગીરીમા ગાઢવી PHCના ડૉ. કિંજલ પટેલ, ડૉ. પ્રિયંકા પટેલ, ડૉ. નિકિતા ઠાકોર સહીત CHO નદીમ પઠાણ, ફાર્માસિસ્ટ કવિતા ગાવિત, FHW સુનીતા દેશમુખ, ગામની આશા વર્કરો સહયોગી થઈ રહ્યા છે.
![ડાંગ જિલ્લામા 13,597 લોકોને અપાઈ કોરોના રસી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-health-vis-gj10029_25032021161328_2503f_1616669008_942.jpg)
આ પણ વાંચોઃ રાજકોટ જિલ્લાના 12 ગામોમાં 100 ટકા વેક્સિનેશન, કેટલાક ગામોમાં જાગૃતિનો અભાવ
જિલ્લાના 45થી વધુ વયના નાગરિકોને વિનામૂલ્યે રસી આપવામાં આવી
અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહે જણાવ્યું કે, તારિખ 24 માર્ચ 2021 સુધી ડાંગ જિલ્લામા કુલ 13, 597 લોકોનું રસીકરણ પૂર્ણ કરવામા આવ્યુ છે. જિલ્લાની આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ સહીત શામગહાન, સુબીર અને વઘઈ CHC તથા પિંપરી, ગલકુંડ, ગાઢવી, સાપુતારા, કાલિબેલ, સાકરપાતળ, ઝાવડા, ગારખડી, શીન્ગાના, અને પીપલદહાડ PHC ખાતે રસીકરણની ઝુંબેશરૂપ કામગીરી ચાલી રહી છે. જેમા જિલ્લાના 45 થી વધુ વયના તમામ નાગરિકોને વિનામૂલ્યે રસી આપવામા આવી રહી છે, જેનો લાભ લેવા અનુરોધ કર્યો છે.