ડાંગઃ કોરોનાના સંક્રમણ વચ્ચે ડાંગ જિલ્લામાં બે વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કુલ 30 પૈકી 12 એક્ટિવ કેસ જ્યારે 18 દર્દીઓ સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આહવાના ડુંગરી ફળિયા ખાતે એક 23 વર્ષિય યુવતિ સહિત વઘઇના આશાનગર ખાતે 65 વર્ષિય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ડાંગમાં વધતા કોરોનાના કેસ બાબતે પ્રજાજનોને જાગૃતિ કેળવવા સાથે સરકારના માર્ગદર્શન મુજબ માસ્ક તથા સેનિટાઈઝરના નિયમિત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ સાથે જિલ્લા વહિવટી તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનિય છે કે, આજના બે કેસ સાથે ડાંગ જિલ્લામાં કુલ 30 કેસ નોંધાઇ ચૂક્યા છે. જે પૈકી 18 દર્દીઓ સાજા થતા તેમને નિયમોનુસાર ડિસ્ચાર્જ કરાયા છે, ત્યારે જિલ્લામાં 12 એક્ટિવ કેસ રહ્યા છે, જેમને આરોગ્ય વિભાગ દ્વારા નિયમ અનુસાર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.