ETV Bharat / state

ડાંગમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મ્સ છવાયો

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટા બાદ વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી માવઠાનાં છૂટક-છૂટક અમીછાટણા પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી.

ડાંગમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મ્સ છવાયો
ડાંગમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મ્સ છવાયો
author img

By

Published : Jan 3, 2021, 3:34 PM IST

Updated : Jan 3, 2021, 3:46 PM IST

  • વાતાવરણ પલટો આવતાં સમગ્ર ડાંગ જિલ્લામાં ધુમ્મસમય વાતાવરણ છવાયેલ રહ્યું
  • સાપુતારાના તળેટીય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા
  • સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી

ડાંગઃ રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં 2021 વર્ષના પ્રારંભની સાથે ઋતુચક્રના વાતાવરણમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા મૌસમનો મિજાજ દ્રીચક્રીય ઋતુમાં ફેરવાયો છે. ડાંગમાં છેલ્લા બે દિવસથી હળવી ઠંડીનો ચમકારો તો બીજી તરફ કમોસમી માવઠાની અસર વર્તાતા ખેડૂતોમાં દોડધામ મચી છે.

ડાંગમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મ્સ છવાયો

સમગ્ર ડાંગ જિલ્લામાં ધૂમમ્સ વાતાવરણ છવાયેલુ રહ્યું

શનિવારે બીજા દિવસે પણ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, વ્યાપારીનગર વઘઇ, શબરીધામ સુબિર, વહીવટી મથક આહવા, ચીંચલી, બરડીપાડા, ભેંસકાતરી સહીતના પંથકોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી હતી.

ડાંગમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધુમમ્સ છવાયો

સાપુતારાના તળેટીય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારનાં શામગહાન તથા સરહદીય પંથકનાં ગામડાઓમાં બપોર બાદ 3 વાગ્યા પછીના સમયમાં છૂટક-છૂટક કમોસમી વરસાદના અમીછાટણા પડતા સ્થાનિક ખેડૂતોમાં દોડધામ મચી જવા પામી હતી. શિયાળાની ઋતુમાં આ બીજી વખતનું માવઠુ પડતા ખેડૂતોને જંગી નુકસાન વેઠવાની નોબત ઉઠી છે.

ગિરિમથક સાપુતારામાં આહલાદક દ્રશ્યો સર્જાયા

ગિરિમથક સાપુતારા ખાતે શનિવારેે વાદળછાયા વાતાવરણની સાથે ધૂમમ્સીયા વાતાવરણની આહલાદક ચાદર પથરાઈ જતા સમગ્ર સ્થળોનાં દ્રશ્યો બેનમૂન બન્યા હતા.શનિવારે ઋતુચક્રનાં બદલાવમાં ફરવા આવેલ પ્રવાસીઓએ આનંદ માન્યો હતો.

Last Updated : Jan 3, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.