ETV Bharat / state

ડાંગના ચીચલી ગામે ભાજપના કાર્યકરોએ પાણીની પાઇપલાઈન તોડી નાખી - BJP workers break pipeline

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીચલી ગામે ચીચલી ગ્રામ પંચાયતના ભાજપના કાર્યકરો રોષે ભરાયા હતા. ભાજપના કાર્યકરોએ પાણીની પાઇપલાઈન તોડીને વેરવિખેર કરી નાખી હતી, જેથી લોકોને પાણી માટે ભારે તંગી સર્જાઈ હતી.

પાણીની પાઇપલાઈન
પાણીની પાઇપલાઈન
author img

By

Published : Apr 8, 2021, 3:25 PM IST

  • ચીંચલી ગામે પાણી બાબતે ભાજપ કાર્યકરો અને ગ્રામજનો સામસામે
  • કોંગ્રેસના તાલુકા સદસ્ય મધ્યસ્થી થયા
  • રોષે ભરાયેલા ભાજપના કાર્યકરોએ પાણીની પાઇપલાઈન તોડી નાખી

ડાંગઃ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા ચીંચલી ગામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ગ્રામ પંચાયતની પાઇપલાઇન તોડીને વેરવિખેર કરી નાખી છે. ચીંચલી ગામે બુધવારે લોકોમાં બોર ઉતારવા માટેની અસમંજસ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો સામસામે આવી ગયા હતા.

ચીચલી ગામ
ચીચલી ગામ

ભાજપના કાર્યકર્તાઓની પોતાના ઘરે બોર ઉતારવાની કરી હતી માગ

ભાજપના કાર્યકર્તાઓની માગ હતી કે, પોતાના ઘરે બોર ઉતારવામાં આવે જ્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, જ્યાં સૌ કોઈપણ પાણી સહેલાઈથી મેળવી શકે તેવી જગ્યાએ બોર ઉતારવામાં આવે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પોતાની મનમાની ઉપર ઉતરી રાતોરાત ગ્રામ પંચાયતની પાઇપલાઇન તોડી નાખી હતી.

પાણીની પાઇપલાઈન
પાણીની પાઇપલાઈન

આ પણ વાંચોઃ બાવળાના સરલા ગામે ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણીનો કકળાટ

પાઇપ લાઈનને કુહાડી વડે તોડી નાખી

આ બાબતે ચીંચલી તાલુકા પંચાયતના સદસ્ય વિજય ચૌધરીએ ETV Bharatને જણાવ્યું હતું કે, તેઓ ભાજપના કાર્યકરો અને ગ્રામજનો વચ્ચે મધ્યસ્થી કરતા ભાજપના કાર્યકર્તાઓ પાણી ઉપરથી વિફર્યા હતા અને રાતોરાત પાઇપ લાઈનને કુહાડી વડે તોડી નાખી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે, ગામમાં પાણી પુરવઠાના સભ્યો પણ ભાજપનાં જ કાર્યકર્તાઓ હોઈ તેઓ ગામમાં પોતાની મનમાની ચલાવી રહ્યાં છે. તેમજ ટાઇમસર લોકોને પાણી પૂરું પાડતા નથી.

પાણીની પાઇપલાઈન
પાણીની પાઇપલાઈન

આ પણ વાંચોઃ પાણી વગર વલખા મારતો બનાસકાંઠાનો સરહદી વિસ્તાર

મનમાની ચલાવનારા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવાની કરાઈ માગ

આ ઉપરાંત ચીંચલી ગામની 52 લાખની પાણી પુરવઠાની યોજના પણ ધૂળ ખાઈ રહી છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે લોકોને પાણી માટે ભટકવું પડે છે. તેઓની માગ છે કે, ગામમાં મનમાની ચલાવનારા ઈસમો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને તોડી નાખેલી પાઇપલાઇનની ભરપાઈ કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.