ETV Bharat / state

ડાંગના સુબીર ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક સમસ્યા બાબતે કલેક્ટરને આવેદન - Subir village of Dangs

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નેટવર્ક સમસ્યા હલ કરવા બાબતે કલેકટરને આવેદન આપ્યુ હતું.

ડાંગના સુબીર ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક સમસ્યા બાબતે કલેક્ટરને આવેદન

author img

By

Published : Jul 31, 2020, 8:53 PM IST

ડાંગ: સુબિર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા 5 ગામોમાં નેટવર્ક સમસ્યા હલ કરવા બાબતે કલેકટરને આવેદન આપ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુબિર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં નેટરવર્ક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. 21 મી સદીનાં ડિજિટલ યુગમાં લોકોને ફોન કોલ કરવાનાં પણ વાંધા પડી રહ્યા છે.

ડાંગના સુબીર ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક સમસ્યા બાબતે કલેક્ટરને આવેદન
ડાંગના સુબીર ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક સમસ્યા બાબતે કલેક્ટરને આવેદન

આ વિસ્તારનાં ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતની વાતો પોકળ સાબિત થઈ રહી છે. કોરોના મહામારીનાં કારણે હાલ શાળા કોલેજો બંધ હાલતમાં છે.

તેમ છતા સરકારનાં પ્રયાસ થકી ઓનલાઇન શિક્ષણ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે પણ અહી નેટવર્ક અને વીજળીની સમસ્યાઓનાં કારણે આ વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણ મળવુ મુશ્કેલ છે.

ઓનલાઇન શિક્ષણની વાતો તો દૂરની રહી પણ નેટવર્ક સમસ્યા હોવાના કારણે લોકો ઇમરજન્સી સેવાઓનો પણ લાભ મેળવી શકતા નથી.

થોડા સમય પહેલા ખોખરી ગામે જીવલીબેન મોતીરામભાઈ નામક મહિલાનું સર્પદશના કારણે મોત નીપજ્યુ હતુ. કારણ ફક્ત નેટવર્ક સમસ્યાનાં પગલે ઇમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને કોલ ના થઇ શક્યો અને આ મહિલા સમયસર હોસ્પિટલમાં ન પહોંચતા મોતને ભેટી હતી.

જાગૃત આદિવાસી જન એકતા સંગઠન દ્વારા આ વિસ્તારમાં નેટવર્ક સમસ્યા હલ કરવા બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે.

જેમા જણાવ્યા અનુસાર સુબિર તાલુકાનાં બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ખોખરી, બરડીપાડા, સાજુપાડા, બંધપાડા, ધૂલદા આ 5 ગામડાઓમાં નેટવર્ક સમસ્યા હોવાથી ઇમરજન્સી સેવાઓનો લોકોને લાભ મળતો નથી.

આ સાથે જ ડિજિટલ ઇન્ડિયાથી વિખુટા આ ગામડાઓમાં બાળકો કોરોનાની મહામારીમાં ઓનલાઇન શિક્ષણ પણ લઈ શકતા નથી સાથે જ ગામમાં ઓછા વોલ્ટની વીજળીથી ટીવી પણ ચાલતા નથી

આ દરેક ગામડાઓમાં નેટવર્ક સમસ્યા બાબતે ઉગ્ર રોષ છે. સરકારને ચીમકી આપતાં લોકોએ જણાવ્યુ છે કે લોકો નેટવર્ક સમસ્યા બાબતે વધારે રાહ જોવાનાં મુડમાં નથી.

જો સમસ્યાનું નિવારણ વહેલી તકે ન કરવામાં આવે તો આ સંગઠન દ્વારા આંદોલન કરવામાં આવશે. તેમજ લોકો અનશન ઉપર બેસશે આ સાથે જ વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આવનાર સમયમાં ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે.

ટૂંક સમયમાં જ ડાંગ જિલ્લામાં વિધાનસભાની પેટા ચૂંટણી આવતી હોય તથા થોડાં સમય પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હોવાથી આ બાબતે સ્થાનિક નેતાઓ કાન સરવા કરી ધ્યાનમાં લે તે જરૂરી બની ગયુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.