ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનું સંક્રમણ અન્ય જિલ્લા કરતા ખુબ જ ઓછું છે.ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ 34 પોઝેટીવ કેસો સામે આવ્યા છે. જેમાંથી 31 કેસો સંપૂર્ણ રીતે સાજા થઇ ગયા છે. જ્યારે 3 કેસો આહવા સિવીલ હોસ્પીટલનાં કોવીડ કેસ સેન્ટરમાં સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લાનાં 13 જેટલા કન્ટેનમેન્ટ ઝોનમાં આરોગ્ય વિભાગની કામગીરી ચાલુ રાખવામા આવેલ છે.
આજરોજ સુબીરમાં એક યુવકનો કોરોના પોઝેટીવ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દ્વારા દર્દીનાં રહેણાંક વિસ્તારને કન્ટેનમેટ ઝોન જાહેર કરવાની તજવીજ હાથ ધરી હતી.