ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્ર ડાંગ અને ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા ઉર્જા ઉત્સવ 2020ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ ઉર્જા વિશેની જાણકારી આપતાં પોસ્ટરો લઈ રેલીમાં જોડાયા હતા.
ડાંગ જિલ્લાના ઉર્જા ઉત્સવ કાર્યક્રમમાં જિલ્લાની 35 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળકો માટે ચિત્ર, રમત અને ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય વિષય ઉર્જા બચત વિશેનો હતો. સ્પર્ધામાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ આપવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી ભુસારા સાહેબ, સાયન્સ કોલેજના આચાર્ય શ્રી ટંડેલ સાહેબ, પ્રયોશા પ્રતિષ્ઠાનના સ્વામીજી ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ડાંગ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષક મિત્રોની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.