- સાપુતારા વઘઇ ધોરીમાર્ગ વચ્ચે અકસ્માત
- કારમાં પલટી જતાં 8 વર્ષીય બાળકનું મૃત્યું
- સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ડાંગ: શનિવારે કપિલભાઈ અરવિંદભાઈ પટેલ પરિવાર સાથે સાપુતારાની સહેલગાહે જઈ રહયા હતા.તે દરમિયાન વઘઇથી સાપુતારાને જોડાતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં ચીખલી ગામ નજીક ગફલતભરી રીતે કારને હંકારી સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકી પલ્ટી મારી ગઈ હતી. ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો : પાંથાવાડા હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કર અને પોલીસની ગાડી વચ્ચે અક્સ્માત
8 વર્ષીય બાળકનું મૃત્યું
ઘટના સ્થળે કારનો ખુરદો બોલાઈ ગયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારમાં સવાર 8 વર્ષીય બાળક કબીર પટેલને શરીરનાં ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યું થયું હતુ. કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને પણ ગંભીર ઈજાઓ થઈ હતી તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા..હાલમાં સાપુતારા પોલીસની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા