- સાપુતારામાં ટ્રક પલટતા સર્જાયો અકસ્માત
- ટ્રક ચાલકે સ્ટેયરીગ પરથી કાબુ ગુમાવ્યો
- ટામેટાનો જથ્થો રસ્તા પર થયો વેર વિખેર
ડાંગઃ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલક દ્વારા સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત થયો હતો.
ટ્રક ચાલક દ્વારા સ્ટેયરીગ પરથી કાબુ ગુમાવતાં અકસ્માત
ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ રવિવારે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલી ટ્રક સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ટ્રક માર્ગની સાઈડમાં આવેલા તોતિંગ વૃક્ષ સાથે અથડાઈને પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માતમાં ડ્રાઈવર અને ક્લીનરનો ચમત્કારિક બચાવ
અકસ્માતનાં બનાવમાં ટ્રકને મોટુ નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ટામેટાનો જથ્થો ચગદાઈને વેરવિખેર થઈ જતાં માલીકને જંગી નુકશાન થયુ હતુ. જ્યારે ટ્રક ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો મળી છે.